
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સપનાનું પોતાનું અલગ મહત્વ હોય છે અને આપણું ભવિષ્ય પણ સપનાથી જોડાયેલું છે. સુતી વખતે સપનામાં દેખાતી ઘટનાઓ સૂચવે છે કે, આવતી કાલે તમારી સાથે શું બનશે.
જોકે આજકાલ ઘણા લોકો સપનાને ભવિષ્ય સાથે સંબંધિત માનતા નથી. પરંતુ જૂના સમયમાં આ બાબતોને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું.
આજે પણ કેટલાક લોકો જેઓ જ્યોતિષવિદ્યામાં વિશ્વાસ કરે છે. તે પણ સપનાને ગંભીરતાથી લે છે.
જ્યોતિષીઓ કહે છે કે, જ્યારે કોઈ સપનામાં કોઈ સ્ત્રીને લાલ સાડી પહેરીને અને શ્રુંગાર કરેલી દેખાય છે. ત્યારે તે સૂચવે છે કે, તમારા ઘરે પૈસા આવવાના છે.
એવું માનવામાં આવે છે કે, લાલ શ્રુંગારમાં જોવું એ મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ બતાવે છે કે, જો કોઈ વ્યક્તિ પૈસાની તંગીનો સામનો કરી રહ્યો છે, તો તેની સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે.