પાછળના ખિસ્સામાં પાકીટ રાખતા લોકો આ લેખ ખાસ વાંચે, જાણી લેશો તો ફાયદામાં રહેશો!

361
Published on: 9:48 am, Mon, 4 October 21

જો તમે પણ પાકીટ રાખવાનાં શોખીન છો, તો આ ટેવ તમારા માટે ખુબ જ નુકશાનકારક પુરવાર થઈ શકે છે, જાણો કેમ. સવારનાં સમયે સ્નાન કરીને તૈયાર થયા, વાળ ઓળી લીધા, ઘડિયાળ પહેરી, મોબાઈલ ચેક કર્યો તેમજ કાંસકી-પર્સ ખીસામાં મૂકીને ઓફિસ કે દુકાન પર જવા માટે તૈયાર થયા. દુનિયાનાં ઘણા પુરુષોની સવાર કંઈક આવી જ હોય છે. મોબાઈલ ઉપરાંત આ તમામમાં એક વસ્તુ એવી છે, જે જો ભૂલી જવાય તો દિવસ ખુબ અધૂરો લાગે છે. તે વસ્તુ છે પર્સ કે પાકીટ.

આ પર્સમાં પૈસા, ફોટા, ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ બીજા ખાસ ઓળખ પત્ર હોય છે. સ્વાભાવિક છે કે, જો આ દરેક વસ્તુઓ એક જ જગ્યાએ રાખવામાં આવે તો પર્સ પાસે ખુબ જ જવાબદારી પણ રહેલ છે. આ કારણોને લીધે તે બહુ જ જાડુ થાય છે. તેમજ આ પર્સ ક્યાં રાખવામાં આવે છે? ઘણા પુરુષો પાછળનાં ખિસ્સામાં પાકીટ રાખે છે. તમારી આ આદત જોખમી બને છે. જો તમે પર્સને ઘણી વખત માટે પાછળનાં ખિસ્સામાં રાખો છો, તો કોઈ વિશેષ મુશ્કેલી થવી ન જોઈએ. પણ જો તે આખો દિવસ કે ઘણા કલાકો સુધી તમારા પાછળનાં ખિસ્સામાં રહે છે, તો તમારે તે વિશે વિચારવાની જરૂર છે.

ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર વાતો કરે છે કે, પાછળનાં ખિસ્સામાં જાડા પર્સ રાખવામાં આવે તો કરોડરજ્જુ વાંકી થઇ જાય છે. તો શું તે સાચુ છે? તેમજ આપણા સમાજમાં એવી પણ માન્યતા છે કે, પર્સ જેટલું જાડુ હોય, રુઆબ એટલો જ વધુ હોય.

દુઃખાવો કઈ જગ્યાએ થઈ શકે? મેન્સહેલ્થમાં એક અહેવાલ બહાર આવ્યો હતો, તેમાં યુનિવર્સિટી ઓફ વોટરલૂનાં પ્રોફેસર ઓફ સ્પાઇન બાયોમેકેનિક્સ સ્ટુઅર્ટ મેકગિલે જણાવ્યું હતું કે, પર્સ અમુક સમય રાખવા માટે હોય છે, પણ જો તમે પાકીટમાં કાર્ડ, બીલ તેમજ સિક્કાનાં બંડલ પર અનેક કલાકો સુધી બેસસો તો તેનાંથી હિપ જોઈન્ટ તેમજ કમરનાં નીચેના ભાગમાં દુ:ખાવો થાય છે.

આ મુશ્કેલી ચાલુ થાય છે સિયાટિક ચેતા સાથે, જે બરાબર હિપ જોઈન્ટની પાછળ જ હોય છે. જાડા પર્સ મુકવાને લીધે, આ ચેતા પાકીટ તેમજ હિપ વચ્ચે દબાય છે તેમજ સમસ્યા ઉભી થઇ શકે છે. આ ગંભીર બાબત એટલે છે કેમ કે દુઃખાવો ભલે હિપથી ચાલુ થાય છે, પણ તે પગનાં નીચેના ભાગ સુધી પણ જાય છે. ડો. મેકગિલે પીઠનાં દુ:ખાવાનો અભ્યાસ કરવા માટે એક પ્રયોગ કર્યો હતો, એમાં એક હિપની નીચે નાના કદનું પર્સ મૂક્યું હતું.

હિપ પર શું અસર થશે? પાછળનાં ખિસ્સામાં જાડા પર્સ રાખવાથી પેલ્વિસ (હિપ) પણ એક બાજુ નમે છે, જેનાં લીધે કરોડરજ્જુ પર વધારે દબાણ આવે છે. સીધા બેસવાને બદલે, આ રીતે પર્સની સાથે બેસવાથી કમરનાં નીચેનાં ભાગમાં મેઘધનુષ્ય જેવો આકાર રચાય છે. તેમજ પર્સ જાડુ હશે, તેટલું શરીર વધુ એક બાજુ વળશે તેમજ એટલો જ વધુ દુઃખાવો થશે. પણ મુશ્કેલી એ છે કે, જાડા પર્સને આગળનાં ખિસ્સામાં રાખવું પણ મુશ્કેલ છે, કેમ કે તેનાંથી આગળનાં ભાગમાં પણ દુ:ખાવો થાય છે.

કેટલા કલાકો ખતરનાક : પણ આ બનાવમાં કરોડરજ્જુ સાધારણ હોવી જરૂરી છે. “તો બાદ આપણે એવું માનીએ કે, જાડા પર્સને પાછળનાં ખિસ્સામાં રાખવાથી કોઈ મુશ્કેલી થશે નહિ.” આ વાત પર તેમણે જણાવ્યું, “એવું પણ નથી. જો તમે આ અમુક સમય માટે કરો છો તો બાદ કોઈ મુશ્કેલી નથી, પણ જો તમે આ કેટલાક કલાકો સુધી કરો છો, તો દુઃખાવો થશે જ.”

આ દુઃખાવો કઈ રીતે દૂર કરાય છે?
ઘૂંટણ વાળો તેમજ જમીન પર સૂઈ જાઓ. ઘૂંટણ નીચે લઇ જતી વખતે જમણી તરફ લઇ જાવ, જ્યારે ખભા અને હિપને જમીન પર રાખો અને ડાબી બાજુ લઇ જાવ. તેનાથી તમારી કમરના નીચેના ભાગમાં ઘણો આરામ અનુભવાશે. જમીન પર સૂઈ જાઓ અને ઘૂંટણને છાતીની સાથે લગાવો તેમજ પગનો બહારનો ભાગ પકડી લો. કમરનાં ઉપરનાં ભાગને આધાર બનાવીને રોલ કરો તેમજ તમે જોઈ શકશો કે, પીઠનો દુ:ખાવો ઝડપથી સારો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…