વૈષ્ણવ દેવીના ફોટાવાળા આ બે સિક્કા, તમને રાતોરાત માલામાલ કરી દેશે- બજારમાં એટલી કિંમત મળી રહી છે કે…

189
Published on: 4:47 pm, Thu, 3 November 22

સમયની સાથે દેશમાં ચલણમાં ઘણા ફેરફારો થતા હોય છે. તે દરમિયાન ક્યારેક નવી નોટ અને સિક્કા બહાર પાડવામાં આવે છે, તો ક્યારેક ખાસ અવસર પર વિશેષ ચલણ પણ બહાર પાડવામાં આવે છે. તે જ સમયે, ઘણા લોકો એવા પણ હોય છે જેઓને સિક્કા એકઠા કરવાનો શોખ હોય છે. અને ઘણા લોકો આવા જૂના અને ખાસ સિક્કા, નોટો શોધી રહ્યા છે. જેના કારણે આ જૂની કરન્સીની કિંમત લાખો અને કરોડોમાં જોવા મળે છે.

હાલમાં જ એક સિક્કા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની માર્કેટમાં ખૂબ માંગ છે. જાણવા મળ્યું છે કે, 5 અને 10 રૂપિયાના આ ખાસ સિક્કા 10 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ 5 અને 10 રૂપિયાના સિક્કા પર માતા વૈષ્ણો દેવીનો ફોટો બનાવવામાં આવ્યો છે.

આ સિક્કા વર્ષ 2020 માં જારી કરવામાં આવ્યા હતા, કારણ કે આ સિક્કાઓ પર વૈષ્ણો દેવીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે, તેથી તે ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે અને લોકો આવા એક સિક્કા ખરીદવા માટે 10 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છે. હિંદુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા ખૂબ જ આદરથી કરવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો જમ્મુ સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં માતાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર સર કરીને પર્વત પર ચઢે છે.

મળતી માહિતી મુજબ આ સિક્કાઓની હરાજી અલગ-અલગ વેબસાઈટ દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે, અને તેના માટે તમારે વેબસાઈટ પર સિક્કાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તે પછી તમને સિક્કા માટે બિડ મળશે. આવી સ્થિતિમાં, તમે સોદાબાજી કરી શકો છો અને મહત્તમ કિંમતે સિક્કો વેચી શકો છો. તમને જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીના આ સિક્કાઓ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 10 લાખ રૂપિયાની બોલી આવી છે અને તમે સિક્કા વેચવા માટે આ વેબસાઇટ્સની મદદ લઈ શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…