પગના ઘૂંટણની સંભાળ તમને લાંબા સમય સુધી ગતિશીલતા અને જીવનશૈલીની જાળવણી રાખવા માટે ખૂબ જરૂરી છે. આપણું શરીર હંમેશા બીમારી આવે તે પહેલા એક સંકેત આપે છે. ઘણા બધા લોકો આ સંકેત ની અવગણના કરે છે.પણ તે ન કરવી જોઈએ. અને તેને ઓળખી ઘુટણ માટે સમયસર ઉપચાર કરવાની જરૂર છે.
શરીરને જમીન પર સંતુલિત કરવા માટે સૌથી વધુ તણાવ સહન કરવો પડે છે.તેમાં નમવું,વાળવું, ચડવું જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે. એ જ રીતે તમારા શરીરના અન્ય સંસ્થાઓને પણ મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલને કારણે ઘૂંટણ અને ઘૂંટણ સાથે બીજા સંધા ને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે અને તમને લાંબા સમય સુધી તેની તકલીફો વેઠવી પડે છે. તમે આજે જ આ ભૂલો કરતા બચો.
દુખાવાને અવગણવો નહિ
આપણા શરીરમાં કોઈ ને કોઈ દુખાવો થતો જ રહે છે.મોટાભાગે આપણે વગર કોઈ તકલીફ એ દર્દ થી મુક્ત થઈ જ જઈએ છીએ.પરંતુ તમને કોઈ પ્રકારનો દુખાવો છે અને નિયમિત જીવન માં એક સપ્તાહથી વધુ સમય માટે છે તેથી તમારે તેના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. પ્રારંભિક અવસ્થામાં એક નાની ઇજા ની સારવાર જરૂરી છે.
વધારે વજન ને કારણે
ઘૂંટણના સાંધા શરીરનો ચાર ગણો ભાર ઉંચકી શકે છે. તો, તમારા શરીરમાં એક કિલો વજનનો વધારો તમારા ઘૂંટણ પર 4 કિલો વધારાનું વજનનો બોજ ઉભુ કરે છે. આ વધારા નું દબાણ 2 કઠોર બોની સીરો વચ્ચે ઘૂંટણના કાર્ટિલેજને ઓછો કરી શકે છે. રોગી સામાન્ય રીતે એક દુષ્ચક્રમાં ફસાઈ જાય છે જ્યાં તે ઘૂંટણના દર્દના કારણે ચાલવા અને કસરત કરવા માટે સક્ષમ નથી રહેતો. જેને કારણે શરીરનું વજન વચ્ચે જે અને તેને કારણે સાંધાઓના કાર્ટિલેજને નુકશાન થાય છે જે અંતે ઘૂંટણના દર્દનું મુળભુત કારણ બને છે.
ઇજાને અવગણવી નહિ
ઘૂંટણ એ આપણા શરીરનો એક જટિલ સાંધો છે અને સ્થિરતા અને સામાન્ય ગતિ માટે તેના લિગામેંટ પર ઘણું નિર્ભર કરે છે. અનેક રમતોમાં ઘૂંટણની ઇજાનો ખતરો રહેલો હોય છે. ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, રગ્બી, સ્કેટિંગ વગેરે રમતો એવી છે જેમાં ઘૂંટણની ઈજાઓ થવાની સંભાવના વધુ રહે છે. અવગણના કરવાને કારણે તમે મેનિસિસ અને કાર્ટિલેજને પણ નુકશાન થાય છે.