પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ  8 માં હપ્તા ની રકમ ન મળી હોય તો જાણો શું કરવું

264
Published on: 11:08 am, Thu, 15 July 21

કેન્દ્રની સરકારે ખેડૂતોને રાહત આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પ્રદાન કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આ યોજનાઓમાંની એક છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આઠમાં હપ્તાની ચૂકવણી કરવામાં આવી છે.

આ દરમિયાન દેશના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં 19,000 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા હતા.પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ ખેડૂતોને અપાય છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.

દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ લગભગ 11.73 કરોડ લાભાર્થીઓ છે. ખેડૂત તેમના Android સ્માર્ટફોન માં ગૂગલ પ્લે સ્ટોરથી પીએમ કિસાન યોજના એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકે છે. તમને આ એપ્લિકેશનમાં બધી માહિતી મળશે.

મંજુર ન થય હોય તે યાદી કેવી રીતે જોઈ શકાય?
જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જાહેર કરાયેલ આઠમો હપ્તો મળ્યો નથી, તેઓ નામંજૂર નામોની યાદી જોઈ શકશે. તેના દ્વારા તમે જાણી શકશો કે શા માટે આઠમા હપ્તાની રકમ તમારા ખાતામાં આવી નથી. આ સિવાય તમે પીએમ કિસાનની વેબસાઇટ પર પણ તમારું નામ ચકાસી શકો છો.

અરજી કેમ નામંજૂર થાય છે?
ખેડૂતોએ રજીસ્ટ્રેશન સમયે જો બેંક ખાતાના નંબર અથવા IFSC કોડની માહિતી ખોટી આપી હોય તો તેના કારણે અરજી નામંજૂર થાય છે. તેથી પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટેની અરજી સબમિટ કરતી વખતે જ આ બાબતનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન કરો જેથી તમારે સમસ્યા નો સામનો કરવો ના પડે.