
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 10 અને 12માના ધોરણના તેના વિદ્યાર્થીઓને માર્કશીટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ જેવા ઘણા મહત્વના પ્રમાણપત્રો આપે છે. પાસપોર્ટ બનાવવાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી આ દસ્તાવેજો માટે જરૂરી છે. હમણાં સુધી જો કોઈના આ દસ્તાવેજો ખોવાઈ જાય તો તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને બોર્ડ ના રિઝનલ ઓફિસમાં જઈને નવા દસ્તાવેજ માટે અરજી કરવી પડતી હતી.
ઉપરાંત બેંક ડ્રાફ્ટ્સ કરવામાં તમામ મુશ્કેલીઓ સાથે પ્રક્રિયા ખૂબ લાંબી રહેતી હતી. હવે CBSEએ એવા મામલામાં લોકોને લાંબી પ્રક્રિયાથી રાહત આપતા ઓનલાઇન ડુપ્લિકેટ સર્ટિફિકેટ માંગવાની સુવિધા પૂરી પાડે છે. તેના દ્વારા તમે ખોવાયેલા દસ્તાવેજની ડુપ્લિકેટ કોપી ઘરે બેઠા મંગાવી શકો છો.
સીબીએસઇએ આ ઓનલાઇન સુવિધા ડુપ્લિકેટ એકેડેમિક ડોક્યુમેન્ટ સિસ્ટમ ના નામે શરૂ કરી છે. હવે તમે ઘરે બેઠા તમારા ડોક્યુમેન્ટની ડુપ્લિકેટ કોપી મંગાવવા તેનો ઉપયોગ કરી શકો છો. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે અમે વિદ્યાર્થીઓ પાસેથી તેમના એકેડમિક ડોક્યૂમેન્ટની ડુપ્લિકેટ કોપીની ઘણી અરજીઓ મળે છે. આ વિદ્યાર્થીઓના આ દસ્તાવેજો કાં તો ખોવાઈ જાય છે અથવા ખરાબ થઇ જાય છે. કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને રીઝનલ ઓફિસ ન જવુ પડે તેના માટે બોર્ડે આ નવી સુવિધાની શરૂઆત કરી છે.
સમય અને રૂપિયા બંનેની બચશે
CBSEના નિવેદન અનુસાર કોવિડના વર્તમાન સમયગાળામાં વિદ્યાર્થીઓને વધુ તકલીફ ન પડે તે માટે અમારું આઈટી વિભાગ સલામત, ઝડપી અને વ્યવહારુ નિરાકરણ લાવ્યો છે. આ માટે અમે ઇનહાઉસ પોર્ટલ ડીએડીએસ શરૂ કર્યું છે. આ ઓનલાઇન પોર્ટલ દ્વારા વિદ્યાર્થી અને તેમના વાલીઓ ઘરે બીસને જ માર્કશીટ, પાસિંગ સર્ટિફિકેટ અને માઇગ્રેશન સર્ટિફિકેટની ડુપ્લિકેટ કોપીમળી શકશે છે. સાથે જ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેના દ્વારા કોરોનાની વર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓને ઘરેથી નિકળવાની પણ જરૂર નહીં પડે અને તેમના સમય અને રૂપિયાની બચત થશે.