ભૂલથી પણ કિન્નરને આ વસ્તુ ન આપતા દાનમાં- ઘરમાં નહિ ટકે ધન-લક્ષ્મી

170
Published on: 10:33 am, Thu, 15 July 21

ભારત દેશમાં શુભ પ્રસંગોમાં કિન્નરોને ઘરે બોલાવીને નૃત્ય કરવાની પરંપરા ને શુભ માનવામાં આવે છે.તેથી લોકો બાળક જન્મે અથવા લગ્ન સમારોહમાં કિન્નરોને ઘરે બોલાવીને આશીર્વાદ આપવા માટે કહે છે.કિન્નરોને આશીર્વાદ આપવા માટે ઘરે બોલાવવામાં આવે છે. ત્યારે તેને મોટા પાયે દાન આપવામાં આવે છે. લોકમાન્યતા છે કે કિન્નરો ના આશીર્વાદ સફળ નીવડે છે. કિન્નરો ને દાન આપતા પહેલા આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જે નીચે મુજબ છે.

સ્ટીલના વાસણો અને વસ્તુઓનું કિન્નરોને કોઈપણ દિવસ દાન કરવું જોઈએ નહિ .જો તમે આમ કરશો તો તેનાથી ઘર ની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે.પ્લાસ્ટિક પ્લાસ્ટિક માંથી બનેલી કોઈપણ વસ્તુ ન આપવી જોઈએ. કેમકે તેનાથી ઘરમાં પ્રગતિ અટકી જાય છે.કિન્નરોને સાવરણી કે ઝાડુ આપવાથી લક્ષ્મીદેવી ગુસ્સે થાય છે. અને આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે. તેથી ઝાડૂ કે સાવરણી આપવી જોઈએ નહીં.

જુના કપડા ન આપવા જાણો કારણ
સામાન્ય રીતે અનાજ, પૈસા અને કપડાં દાન કરવામાં આવે છે, પરંતુ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે કિન્નરોને જુના કપડા ન અપાય તેને હંમેશાં નવા કપડા જ આપવા જોઈએ.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કિન્નરોને જ્યારે તમે પૈસા દાન કરો છો ત્યારે તેની પાસેથી કેટલાક સિક્કા કે કેટલીક નોટો લઈ લેવી કેમ કે જો તમે આ સિક્કા અને નોટો અને તિજોરીમાં રાખશો તો તમારી તિજોરીઓ ક્યારેય પણ ખાલી નહીં થાય.