જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો થઇ જજો સાવધાન! સામે આવી છે મોટી ગડબડ

209
Published on: 1:00 pm, Wed, 30 June 21

ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરથી તમે વાકેફ હશો ક્યારેક તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આ બ્રાઉઝરની સિક્યોરિટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. જેણે લોકો ની ચિંતા વધારી દીધી છે. તમામ યૂઝર્સને હાઇ એલર્ટ પર રહેવાની જરુર છે. જ્યારે ગૂગલે અઠવાડિયામાં તાત્કાલિક અપગ્રેડ વોર્નિંગ પણ આપી છે.

ગૂગલે ગૂગલ ક્રોમ સિક્યોરિટીમાં ગંભીર સમસ્યાઓનો સ્વીકાર કરતા યૂઝર્સને બ્રાઉઝર અપગ્રેડ કરવા માટે કહ્યુ છે. આ વિષયમાં ગંભીરતાને એવી રીતે સમજો કે સિક્યોરિટીમાં નાની-મોટી સમસ્યાઓને વાત ફેલાયા વગર જ સરખી કરી દેવામાં આવતી હતી. પરંતુ આ વખતે ગૂગલે નવા Zero-day’ exploit ની વાતને સ્વીકારી લીધી છે.

આનો અર્થ થાય છે કે હૈકર્સને આ વાતની જાણકારી મળી ચૂકી છે. આ વખતે આ ખામીના કારણે યૂઝર્સને નુકસાન પણ થયું છે. તમારે હવે નવું મેન્યુઅલી અપડેટ કરવું પડશે. અપડેટ કર્યા બાદ બ્રાઉઝરને રિસ્ટાર્ટ કરો. ગૂગલે એ પણ જણાવ્યુ કે, આ વર્ઝન સાથે ત્રણ હાઇ લેવલ થ્રેટસ સામેલ છે. એટલે ભલાઇ છે કે, તેને જલ્દી ચેક કરી લેવામાં આવે.

એક અહેવાલ મુજબ કમ્પ્યૂટર સાથે વાત કરતી વખતે સિક્યોરિટી વેંડર કૈસ્પરસ્કીએ જણાવ્યુ હતુ કે હૈકર્સનું એક નવુ ગ્રુપ અત્યારે એક્ટિવ છે અને તે ગૂગલ ક્રોમને પાછળ પડ્યુ છે. આ લોકો પોતાને પઝલમેકર કહે છે અને તેમણે ક્રોમના ઝીરો ડે બગ્સની ચેનિંગ કરી વિંડોઝ સિસ્ટમમાં મેલવેયર ઇનસ્ટૉલ કરવાની એક રીત શોધી લીધી છે. વાત ત્યાં સુધી વધી છે કે માઇક્રોસોફ્ટ એ પણ ગયા અઠવાડિયે વિન્ડોઝ યૂઝર્સ માટે Urgent Security Warning આપી હતી.