જો તમારા ચહેરા પર આ લક્ષણ જણાઈ આવે તો જલ્દી જ ડોક્ટર પાસે પહોંચો, નહીં તો નાની એવી બેદરકારી પડશે ભારે

480
Published on: 1:24 pm, Tue, 16 November 21

અસંખ્ય બીમારીઓથી પીડાતા અનેકવિધ લોકોમાં હૃદયનો હુમલો એ એક સાવ સામાન્ય બાબત છે. હાલના યુવાનો પણ આ સમસ્યાના વધુ પડતા શિકાર બની રહ્યા છે. જો સમય રહેતા આ લક્ષણોને ઓળખી લેવામાં આવે તો તમે પણ આ સમસ્યાના શિકાર બનતા બચી શકો છો.

સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવા પાછળ હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, જેનેટિક ડીસોર્ડર અથવા સતત વધતી જતી ઉમર જેવા કારણો મુખ્યત્વે જવાબદાર રહેલા હોય છે જયારે કેટલાક એવા સંકેત પણ છે કે, જેનાથી આપણે હજુ પણ અજાણ જ છીએ.

આ બંને બીમારીઓ વચ્ચે છે અતૂટ સંબંધ:
મોંની અંદર અનુભવાતા કેટલાક લક્ષણો પણ હૃદયનો હુમલો આવવા પાછળ જવાબદાર રહેલા હોઈ શકે છે. ફોરેન્સિક ઇન્સ્ટિટ્યૂટ તથા હાર્વર્ડ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો પોતાના મંતવ્યમાં જણાવે છે કે, પિરિયોડોન્ટાઇસિસની સમસ્યાથી પીડાતા લોકોમાં હૃદયની સમસ્યાઓ થવાનુ જોખમ વધુ પડતુ રહેલુ હોય છે. હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદય સંબંધિત બીમારીઓ માટે જવાબદાર કારણ હોઈ શકે છે.

304 લોકો પર કરવામા આવ્યું પરીક્ષણ:
આ અભ્યાસની શરૂઆતમા 304 જેટલા સ્વયંસેવકોની ધમનીઓ તેમજ પેઢાની ટોમોગ્રાફી સ્કેન કરવામાં આવી હતી. જ્યારે આ લોકોનું 4 વર્ષ બાદ ફરીથી સ્કેન કરાયું ત્યારે 13 જેટલા લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ જોવા મળ્યું હતું. સંશોધનકર્તા જણાવે છે કે, પિરિયોડોન્ટલની સમસ્યાથી પીડાતા લોકોમાં હૃદય સાથે સંબંધિત બીમારીઓનુ જોખમ વધુ પ્રમાણમા હોય છે.

આ દર્દીઓને નથી કોઈ ખતરો:
જે કોઈ લોકોને પિરિયોડોન્ટલ બીમારી પહેલા હાડકા સાથે સંબધિત કોઈ સમસ્યા રહી ગઈ હોય તો તેમને હૃદયની બીમારીઓનું જોખમ વધુ પડતુ રહેતું નથી. આવી સમસ્યા એવા લોકોમાં વધુ પડતી જોવા મળતી હોય છે કે, જેમના પેઢાં પર સોજો આવી ગયો હોય. સંશોધકોનું માનવું છે કે, પિરિયોડોન્ટલ સોજા હાડકાના માધ્યમથી સંકેત આપનાર કોશિકાઓને સક્રિય કરે છે કે, જે ધમનીઓમાં બળતરાની સમસ્યામાં વધારો કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…