બાળકોમાં દેખાય આ જીવલેણ લક્ષણો તો અપનાવો આ ઉપાય

Published on: 5:26 pm, Mon, 26 July 21

કોરોનાવાયરસ લગભગ આખી દુનિયાને ઘેરી ચૂક્યો છે અને મોટા મોટા દેશોમાં આ વાઇરસની બે લહેરો આવી ચૂકી છે અને ભારતમાં પણ બે લહેરો આવી ચૂકી છે અને નિષ્ણાંતોના કહેવા અનુસાર ત્રીજી લહેર પણ આવી જશે.નિષ્ણાંતોનું કહેવું છે કે ત્રીજી લહેર યુવાન વર્ગ કરતાં બાળકોમાં વધારે અસર કરશે.

આવી પરિસ્થિતિમાં બાળકોની વિશેષ કાળજી લેવી ખૂબ જરૂરી છે. અહીં દર્શાવેલા લક્ષણો એ બાળકોના કોરો ના લક્ષણો છે. જેથી તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે.જો તમારા બાળકને તાવ આવતો હોય તો તેને અવગણવું નહીં. તમારે તરત જ ડોક્ટર પાસે જઈને સારવાર લેવી જોઈએ. જેથી કરીને તમને ખબર પડી જશે કે બાળકને કયા પ્રકારનો રોગ છે.

જો તમારા બાળકને દિવસમાં બે કે તેથી વધારે વખત ઉધરસ આવતી હોય તો તેને નજરઅંદાજ કરવી નહીં કેમકે કોરોના નું મુખ્ય લક્ષણ ઉધરસ પણ છે. તેથી તુરંત જ તેનું ચેકઅપ કરાવો.જો તમારા બાળકને કોઈ પણ પ્રકારની સુગંધ કે સ્વાદ આવતો નથી તો તેનો કોરોનાવાયરસ રિપોર્ટ કરાવી ને મારા ખૂબ જરૂરી છે. કેમ કે સ્વાદ અને સુગંધ કોરોનાવાયરસ નું મુખ્ય લક્ષણ છે.

કઈ રીતે બાળકોની સાર સંભાળ લેવી ?
બાળકોને ઘરની બહાર લઈ જતા સમયે ફરજિયાત માસ્ક પહેરાવવું જરૂરી છે.જો તમે ઘરની બહાર જાવ અને પછી ઘરે પાછા આવો તો તરત જ બાળકો ને મળવું નહીં સૌપ્રથમ તમારે આ સેનીટાઇઝર કરી અને ત્યારબાદ બાળકોને મળવું. ઘરમાં આવતા મહેમાનો થી બાળકોને દુર રાખવા.