જો ગુજરાતમાં આ અઠવાડિયામાં વરસાદ નહિ પડે તો સરકારી ચોપડે સત્તાવાર ‘દુષ્કાળ’ નક્કી- જાણો શું કહે છે હવામાન વિભાગ

Published on: 11:23 am, Wed, 25 August 21

હાલમાં એક જાણકારી સામે આવી છે. PM કૃષિ વીમા યોજનાની જગ્યાએ રાજ્યમાં અમલ થયેલ ‘ઝ્રસ્ કિસાન સહાય યોજના’ની હવે ખરી પરીક્ષા થશે. નવી યોજના અંતર્ગત જે કોઈપણ તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થાય અથવા તો 31 ઓગસ્ટ સુધી 2 વરસાદ વચ્ચે સળંગ 1 મહિનાનું અંતર હોય ત્યારે આવી પરીસ્થિતિમાં પાકને નુકસાન થાય તો તેને અનાવૃષ્ટી એટલે કે, દુષ્કાળનું જોખમ કહેવાય છે.

31 ઓગસ્ટને આડે હવે માંડ એક સપ્તાહ રહ્યુ છે. જો 7 દિવસમાં વરસાદ ન થાય તો રાજ્યના તાલુકામાં સરકારી ચોપડે સત્તાવારપણે દુષ્કાળ જાહેર થશે તે નક્કી છે. સચિવાલયમાં મંગળવારનાં રોજ કેટલાક ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો તથા ખેડૂત આગેવાનો સિંચાઈનું પાણી મળી રહ્યુ નથી તેવી ફરિયાદો કરી હતી.

જયારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રૃબરૃ મળીને રજૂઆત પણ કરવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના દૈનિક વરસાદ અહેવાલ પ્રમાણે 24 ઓગસ્ટ સુધીમાં સિઝનનો 41.71% વરસાદ નોંધાયો છે. 2 તાલુકામાં તો 2 ઈંચ કરતા પણ ઓછો વરસાદ પડયો છે.

જયારે 20 તાલુકામાં 5 ઈંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. ધારાસભ્યોની માંગ રહેલી છે કે, આવતા અઠવાડિયામાં વરસાદ ન પડે તો ઝ્રસ્ કિસાન સહાય યોજના અંતર્ગત કલેક્ટરને દુષ્કાળ જાહેર આદેશ અપાવામાં આવે કે, જેને કારણે ખેડૂતોને યોજના હેઠળ લાખ રૂપિયા સુધીનું વળતર મળી રહે.

રાજ્યના 251માંથી ફક્ત 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. CM કિસાન સહાય યોજના અંતર્ગત ખરીફ વાવેતરમાં 60% પાક નુકશાન થયુ હોય તો 4 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ 20,000 રૂપિયા તથા 60%થી વધુમાં હેક્ટરદીઠ 25,000 રૂપિયા એમ મળીને કુલ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે.

ખુબ ઓછા વરસાદની વચ્ચે સરકાર દ્વારા નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે પણ, નાના, ગરીબ, દબાયેલા અને છેવડાના ખેડૂતો સુધી તે પહોંચતુ નથી. આવી પરીસ્થિતિમાં રાજ્યમાં 8 લાખ હેક્ટરમાં રોપાયેલ ડાંગરના પાક ક્યાંક ક્યાંક ડખામાં પડયો છે.

જ્યારે તુવેર, મગ, મઠ અડદ સહિત 4.92 લાખ હેક્ટરમાં વાવેલા કઠોળના પાકોમાં પણ કસ વિહિન ઊતરે તેવી શક્યતા પ્રવર્તી રહી છે. સૌરાષ્ટ્રમાં આગોતરા વાવેતર કરેલ મગફળીમાં જમીનમાં તૈયાર પોપટા પણ કરમાઈ રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ સિઝનમાં કુલ 80 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે કે, જેમા મગફળી સહિત કુલ 26.15 લાખ હેક્ટરમાં તેલીબિયાનું વાવેતર કરાયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…