ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે. જેને પગલે ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો કમર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે હાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકો માટે ચૂંટણીલક્ષી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે.
આ સંકલ્પ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો આગામી વિધાનસભામાં કોંગ્રેસની સરકાર રચાશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરાશે. તેમજ ખેડૂતોના વીજ મીટર પણ નાબૂદ કરાશે. જમીન માપણી સર્વેની કામગીરી ફરી વખત કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતની હદ હશે તે નિશાનમાં પથ્થર લગાવવામાં આવશે. આ ઉપરાંત માલધારીઓ જમીનધારણ કરવાનો પણ અધિકાર અપાશે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી.
આ સિવાય કોંગ્રેસ દ્વારા વાયદો કરવામાં આવ્યો છે કે, જો કોંગ્રેસ સરકાર રચાશે તો પશુપાલકોને લિટરદીઠ 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે. દરેક માલધારીઓને ખેડૂતનો દરજ્જો કોંગ્રેસ આપશે. સાથે જ ખેડૂતોના સિંચાઈ દર માં 50 ટકાની રાહત આપવામાં આવશે.
શોક ગેહલોત આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવશે:
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી હોવાને કારણે કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં કોંગ્રેસે ચૂંટણી માટે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેથી ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવશે. તેમજ તેઓ ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી ઓપ આપશે.
સૌ કોઈ જાણે જ છે કે, સમગ્ર દેશમાં ધીરેધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોશિશ કરી રહ્યું છે. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતના નેતાઓને રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તામાંથી હટાવવા માટે ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવાયું છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા સંકલ્પ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોના ૩ લાખ સુધીના દેવા માફ કરાશે, સિંચાઈના પિયતના ભાવ વ્યાજબી કરાશે, ખેડૂતોને ૧૦ કલાક દિવસે વીજળી અપાશે, માલધારીઆેને જમીનધારણ કરવાનો અધિકાર અપાશે, ફરી જમીન માપણી સર્વે હાથ ધરાશે, ખેડૂતોના વીજમીટર નાબૂદ કરાશે તેમજ દૂધ ઉત્પાદકોને લીટરે પાંચ રૂપિયાનું બોનસ આપશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…