કારની બેટરી વારંવાર થઈ જતી હોય ડિસ્ચાર્જ તો અપનાવો આ એક ટ્રિક અને હંમેશાંને માટે કરો ચાર્જ

Published on: 11:34 am, Mon, 5 July 21

કારમાં બેટરીનું પોતાનું મહત્વ છે. વાહનમાં બેટરી બરાબર કામ કરતી હોવી ખૂબ જ જરૂરી છે. તેવુ ઘણીવાર જોવા મળે છે કે એકવાર બેટરી ઇન્સ્ટોલ થઈ ગયા પછી, લોકો તેની કાળજી લેવાનું ભૂલી જાય છે. કારની બેટરી સાથે મોટાભાગે ડિસ્ચાર્જની સમસ્યા શરૂ થાય છે.

બેટરી ટર્મિનલ પર ક્યારેય ગ્રીસ ના લગાવો
વાહનની સર્વિસિંગ કરાવતી વખતે, મિકેનિક ગ્રીસ લગાવવાની ના પાડો.ગ્રીસનો ઉપયોગ કરવો બેટરીને નુકસાન પહોંચાડે છે.

ટર્મિનલ ચેક કરવુ ખૂબ જરૂરી
બેટરી એક્સપર્ટના મતે, મહિનામાં બે વાર બેટરી તપાસવી ફરજિયાત છે.જેથી બેટરી ના બોલ્ટ ને કાટ લાગ્યો છે કે નહિ તે ખબર પડી શકે છે.

લાઇટ ચાલુ રાખવી નહિ
કારની બેટરી ડિસ્ચાર્જ થઈ અથવા ડેડ થઈ જવાનું સૌથી મોટું અને પ્રથમ કારણ છે કે કારની લાઈટ ચાલુ રાખવી. ઘણી વાર, કાર પાર્ક કરતી વખતે, ભૂલથી તેની લાઇટ ઓન રહી જાય છે અને લોકો તેની નોંધ લેતા નથી.

ઉનાળામાં બેટરી જલ્દી ખરાબ થાય છે
આનું સૌથી મોટું કારણ એ છે કે ઉનાળામાં બેટરી ઝડપથી ગરમ થાય છે અને વધારે ચાર્જ થઈ જાય છે, જેના કારણે બેટરી ઝડપથી ખરાબ થવાનું શરૂ કરે છે.