શરીર પરની આ 7 જગ્યાએ તલ જણાવે છે કે, તમે કેટલાં ધનવાન છો – જુઓ તમારા શરીર પણ છે કે નહિ

Published on: 10:33 am, Wed, 6 January 21

નાનપણથી આપણા ચહેરા પર તલ વિવિધ સ્થળોએ હોય છે જેનું અધ્યયન સમુદ્ર શાસ્ત્ર એટલે કે, ભારતના પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. માનવામાં આવે છે કે, ચહેરા પર તલ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વભાવ વિશે માહિતી આપે છે. આ એક પ્રતીકાત્મક અભ્યાસ છે જે ફક્ત થોડા લોકો જ જાણે છે.

1. કપાળ પર તલ:
જે લોકોના કપાળ પર તલ છે તેમને જીવનમાં વધુ માન અને સન્માન મળે છે. માથા પર તલ હોવાને કારણે સંપત્તિ અને સમૃદ્ધિની કોઈ તંગી થતી નથી.

2. આઇબ્રો પર તલ:
તે લોકો કે જેમની ભમરની વચ્ચે તલ છે, તેઓ આવતા સમયમાં લીડર બને છે અથવા ઊંચા પદ પ્રાપ્ત કરે છે. આવા લોકોમાં નેતૃત્વના ગુણો હોય છે.

3. ગાલ પર તલ:
જે વ્યક્તિના જમણા ગાલ પર તલ છે તે તમામ શારીરિક તત્વો સરળતાથી મેળવી લે છે. પરંતુ જો સ્ત્રીના જમણા ગાલ પર તલ હોય તો તે અશુભ છે. જો આવા તલ તમારા શરીર પર હોય, તો પછી તમે ખૂબ નસીબદાર છો.

4. પગના અંગુઠા પર તલ:
જો કોઈ વ્યક્તિના પગના અંગુઠા પર તલ હોય તો, આ તલ ધની હોવાનો સંકેત દર્શાવે છે. આવા વ્યક્તિ સામાજીક બાબતો પર ઘણીન ખ્યાતી પ્રાપ્ત કરે તેવા હોય છે.

5. નાભિ પર તલ:
સમુદ્ર શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિની નાભિ અને જનનાંગોની વચ્ચે તલ હોય તો, તેમના ઘરમાં ક્યારેય ભંડોળની અછત થતી નથી.

6. બન્ને ભમર વચ્ચે તલ:
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને બન્ને ભમર વચ્ચે તલ હોય તો માનવામાં આવે છે કે, આવા લોકોનું લગ્ન જીવન સુખી હોય છે અને આર્થિક રીતે મજબુત હોય છે.

7. દાઢી પર તલ:
આપણે જોઈએ છીએ કે ઘણી વખત લોકોની દાઢી પર તલ હોય છે. જોકે એવું કેહવામાં આવે છે કે, જે લોકોની દાઢી પર તલ હોય તે લોકો સુંદર હોય છે. પરંતુ સમુદ્ર શાસ્ત્ર મુજબ દાઢી પર તલ હોવું શુભ માનવામાં આવે છે અને સાથે તેમને આર્થિક રૂપે મુશ્કેલીઓ ઓછી થાય છે. આવા વ્યક્તિઓ પાસે ધનની અછત થતી નથી.