માસુમ બાળકે દૂધ માંગ્યું તો માતાએ મોત આપ્યું- સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

164
Published on: 11:30 am, Fri, 24 September 21

હાલમાં છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક ચકચાર મચાવત કિસ્સો સામે આવ્યો છે. જેમાં દૂધ પીવા માટે જિદ કરતા બાળકને તેની માતાએ જમીન પર કથિત રીતે માર માર્યો હતો. જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા માતાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસને માહિતી મળી છે કે બુધવારે સાંજે સાત્વિક રાવ દૂધ પીવાની જિદ્દ કરી રહ્યો હતો.

બાળક દ્વારા વારંવાર દૂધ માંગવા પર પ્રમિલા ગુસ્સે થઈ અને તેના પુત્રને માર માર્યો હતો. તેમણે કહ્યું કે, આ ઘટનામાં છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે પરિવારના સભ્યોને ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે વધુમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના સમયે મહિલાના સાસુ-સસરા ઘરમાં હાજર હતા.

જાણવા મળ્યું છે કે, પ્રમિલાના પતિ રામચંદ્ર રાવ બાલ્કો ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનર છે. ઘટના સમયે તે ઘરની બહાર હતો. તેમણે જણાવ્યું કે, પોલીસને માહિતી મળી છે કે 2014થી પ્રમિલાની માનસિક સ્થિતિ સારી નથી અને તેની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે રવાના થઈ અને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…