પ્લેનમાં મુસાફરી દરમિયાન કોઈ બાળક જન્મે તો તેને ક્યાં દેશની નાગરિકતા મળે? નિયમો જાણી આંખે અંધારા આવી જશે

211
Published on: 10:45 am, Mon, 29 November 21

તમે જાણતા હશો કે કોઈપણ બાળકનો જન્મ થાય ત્યારે તેના જન્મ સ્થાનના આધારે તે બાળકને તેની નાગરિકતા આપવામાં આવે છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો બાળક મુસાફરી દરમિયાન પ્લેનમાં જન્મે તો આ બાળકને ક્યાં દેશની નાગરિકતા મળે? હાલ આ જ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયાસ કર્યો છે.

તો ચાલો હવે જાણીએ કે નિયમ અનુસાર જો બાળક પ્લેનમાં મુસાફરી દરમિયાન જન્મ લે તો તે કયા દેશનો નાગરિક ગણાય? એક દેશથી બીજા દેશમાં જઈ રહેલ પ્લેનમાં જો બાળકનો જન્મ થાય તો હવાઈ મુસાફરી નિયમ અનુસાર, કોઈપણ મહિલા કે જેના સાત મહિના કે તેથી વધુ સમયની ગર્ભવતી હોય, તો આવી કોઇપણ મહિલાને હવાઈ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સમયસંજોગ અને કોઈ ખાસ કેસોમાં મંજૂરી મળવા પાત્ર છે.

ખાસ આવા સમય વચ્ચે મનમાં પ્રશ્નો ઉદ્ભવે કે, જો ભારત માંથી પ્લેન કોઈ બીજા દેશમાં જતું હોય અને અચાનક કોઇ મહિલા બાળકને જન્મ આપે તો આ બાળકનો જન્મ સ્થળ કયું કહેવાય? આ બાળકને કયા દેશની નાગરિકતા મળશે? તો આવો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, આવા દરેક કેસમાં સૌથી પહેલાં તો દેશની બોર્ડર જોવી ખૂબ જ જરૂરી છે. બાળકના જન્મ દરમિયાન ખાસ એ જોવાની જરૂર છે કે, જન્મ દરમ્યાન પ્લેન કયા દેશને સરહદમાં ઉડી રહ્યું છે. ત્યારબાદ પ્લેન લેન્ડ થયા બાદ ત્યાંથી જ જન્મ પ્રમાણપત્ર એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળવાપાત્ર છે.

એટલે કે, બાળકના જન્મ પ્રમાણપત્રમાં, બાળકના જન્મ સમયે પ્લેન જે દેશમાં ઊડી રહ્યું હતું તે જ દેશનું નામ આ પ્રમાણપત્રમાં લખવામાં આવે છે. એટલે કે, ઉદાહરણ તરીકે જો પ્લેન ભારતની સરહદથી દૂર હોય અને બાળકનો જન્મ થાય તો આ બાળકનો જન્મ સ્થાન તે જે દેશની સરહદ છે, તેનું નામ લખવામાં આવે છે.

સાથોસાથ બાળકને તેના માતા-પિતાના દેશની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે. આમ તો મોટાભાગના દેશોમાં મુસાફરી દરમિયાન કોઈપણ બાળકનો જન્મ થાય તો તેની નાગરિકતા અંગે કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. ભાગ્યે જ આવી સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં ઘણીવાર મોટાભાગના દેશો પરેશાનીમાં મુકાઇ જતા હોય છે. જો કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં આ મુદ્દે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જો કોઈ બાળક અમેરિકાની જમીન આકાશ અથવા પ્રદેશ પર જન્મે છે, તો આ બાળક ત્યારથી જ અમેરિકાનો નાગરિક બની જાય છે. અને પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખી જન્મેલા બાળક અમેરિકાના નાગરિકતાનો હકદાર બની જાય છે.

ઉદાહરણ તરીકે ભારતથી અમેરિકા જતી ફ્લાઈટમાં કોઈ ગર્ભવતી મહિલા અમેરિકાની સરહદમાં બાળકને જન્મ આપે તો આ બાળકનો અધિકાર છે કે અમેરિકાનું નાગરિકત્વ મેળવી શકે. જો કે માતા-પિતા ભારતના હોવાથી આ બાળકને ભારતની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…