જાણો પશુઓને રોગમુક્ત રાખવા ‘શું કરવું’ અને ‘શું ન કરવું’ -દરેક પશુપાલકો માટે જાણવા જેવી માહિતી

Published on: 10:14 am, Thu, 26 August 21

અલગ અલગ પોષક તત્વોની આવશ્યકતા ફક્ત મનુષ્યોને જ હોય, તેવુ હોતું નથી. પશુઓ કે વૃક્ષો સહિત બધા જ જીવ સૃષ્ટિ-પ્રાણ સૃષ્ટિને પણ તેની ખાસ જરૂર પડે છે. આ પોષક તત્વોની ઊણપને કારણે પ્રાણીઓમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને પશુઓમાં આ પોષક તત્વોની ઊણપ પૂરી ન થવાનાં સંજોગોમાં તેમની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય, તે વાસ્તવિક છે. પશુઓને તેમની અવસ્થા મુજબ સંતુલિત આહાર આપવો જ જોઇએ. પશુઓમાં પોષક તત્વોની ઊણપનાં લીધે અલગ અલગ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે કે, તેની ઓળખ કરીને સંબંધિત તત્વની ઊણપને પૂરી કરવામાં આવે છે. આ લક્ષણો કે રોગો આ પ્રકારે થઈ શકે છે.

ઝિંક/જસ્તો :
ઝિંક તત્વ ઘણા એંજાઇમ્સનું નિર્માણ કરવા માટે મદદરૂપ બને છે કે, જેમાં પ્રોટીન સંશ્લેષણમાં ઊણપ તેમજ કાર્બોહાઇડ્રેડનાં ઉપાયમાં અવરોધ પેદા થાય છે. પશુને શરીરની સ્કીન સંબંધિત વિકાર થાય છે, જેવી રીતે સ્કીન સૂકી, કઠોર તેમજ જાડી/મોટી થાય છે.

આયોડીન :
આયોડીન થાયરૉઇડ નામનાં હૉર્મોનનાં સંશ્લેષણ માટે ખાસ આવશ્યક છે. જેથી આયોડીનની ઊણપથી થાયરૉઇડ ગ્રંથિનો આકાર વધે છે તેમજ પશુનાં ગળામાં સોજો આવે છે. તેનાં લીધે પશુને આહાર લેવામાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આની સાથે જ નબળાઈ પણ આવે છે તેમજ ઉત્પાદકતામાં ભારે ઘટાડો આવે છે.

કોબાલ્ટ :
જે માટીમાંથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થાય છે, એમાં કોબાલ્ટની ઊણપ હોવાનાં લીધે સંજોગોમાં પશુઓ પર તેની અસર થાય છે. એટલે કે, કોબાલ્ટની ઊણપ માટીમાંથી પણ મળે છે. આ કોબાલ્ટ તત્વ વિટામિન B12નાં સંશ્લેષણમાં મદદરૂપ બને છે કે, જેને લીધે લાલ લોહી કોશિકાઓનાં નિર્માણ તેમજ વૃદ્ધિમાં મદદ મળે છે. કોબાલ્ટની ઊણપથી ભૂખ ન લાગવી, નબળાઈ અનુભવવી સાથેનાં ઘણા લક્ષણો જોવા મળે છે.

કૉપર/તાંબુઃ
આ એક એવાં એંજાઇમનાં નિર્માણમાં ખાસ ભૂમિકા ભજવે છે કે, જે કોશિકાઓનું નુકસાન થતું અટકાવે છે કે નુકસાનનું પ્રમાણ પણ ઓછું કરે છે. તેની ઊણપથી પશુનાં હાડકાંની મજબૂતી ઘટી જાય છે કે, જેનાં કારણે તેમાં વિકૃતિ આવે છે તેમજ પશુ લંગડાઈને ચાલે છે. સ્કીન પરનાં વાળનો કલર અસામાન્ય થાય છે. જેમ કે, લાલ કલરની ગાયનો રંગ પીળો થઈ જાય છે તેમજ કાળા કલરની ગાયનો કલર ઘેરો ભૂરો થઈ જાય છે. આ બધા લક્ષણો કૉપરની ઊણપને કારણે દેખાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…