વિદેશની ઊંચા પગારની નોકરી છોડી વતન આવી આ દીકરીએ હાંસલ કર્યો ‘શ્રેષ્ઠ મહિલા ખેડૂત’નો એવોર્ડ

258
Published on: 11:04 am, Sat, 11 September 21

દેશના નવયુવાનો ધીરે-ધીરે ગાય આધારીત તથા ઓર્ગેનિક ખેતી બાજુ વળી રહ્યા છે ત્યારે હાલમાં આવી જ એક સફળતાની કહાની સામે આવી છે. રાજ્યના પોરબંદર પંથકમાં એક અનોખી માટીની યુવતીએ લંડનમાં લાખોની નોકરી છોડીને વાડીમાં રહીને ખેતીની શરૂઆત કરી છે.

હાલમાં તેઓ વિદેશ કરતાં પણ વધારે આવક ખેતરમાં રહીને મેળવે છે. યુવતી ખેતી કરતી હોય તેવી કેટલીક તસવીરો પણ સામે આવી છે કે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી છે. આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ પોરબંદરમાં આવેલ બેરણ ગામના વાડી વિસ્તારમાં રહેતાં ભારતી ખૂંટીની.

ભારતીએ રાજકોટમાં રહીને સાયન્સઓ અભ્યાસ કર્યા પછી એરહોસ્ટેસનો કોર્સ કર્યો હતો. ત્યારપછી વર્ષ 2009માં રામદે ખૂંટીની સાથે લગ્ન થયાં હતા. આગળનો અભ્યાસ કરવા માટે વર્ષ 2010માં પતિની સાથે લંડન ગયાં હતા. આની સાથે જ વર્ષ 2014માં દીકરાનો જન્મ થયો પણ વિદેશની હોય કે પછી સ્વદેશની! મા-બાપની યાદ તો કોને ન આવે?

ભારતી અને રામદેને પણ આ જ વિચાર આવ્યો હતો કે, વતનમાં રહેતા માતા-પિતાનું શું? બસ આ એક વિચારથી બન્નેએ વિદેશની ધરતી છોડીને પોતાના વતનમાં જવાનો નિર્ણય લીધો હતો. આની સાથે જ વર્ષ 2015માં વિદેશની લક્ઝરી લાઈફ છોડીને વાડીમાં રહેતાં મા-બાપ પાસે પહોંચીને પશુપાલન સાથે ખેતીની શરૂઆત કરી હતી.

ભારતીએ તો ક્યારેય ખેતરમાં પગ પણ નહોતો મૂક્યો. એમ છતાં પાયાનું જ્ઞાન મેળવીને ઓર્ગેનિક ખેતી તેમજ દૂધનાં વ્યવસાયની શરૂઆત કરી હતી. જો કે, હાલમાં તેઓ ખેતીની ઉપરાંત યુટુબ ચેનલ દ્વારા લંડન કરતાં પણ વધારે આવક મેળવી રહ્યાં છે.

એક સમયે લંડનમાં ઘૂમતી ભારતી હાલમાં ભેંસો પણ જાતે જ દોહી લે છે કે, જેણે ક્યાંરેય ભેંસનો આંચળ પણ પકડયો ન હતો તે એક સાથે 5-5 ભેંસો દોહી લે છે. ફક્ત આટલું જ નહીં પણ પશુઓનું છાણ સાફ કરવા સહિતના કામથી તે અજાણ નથી. આની સાથે જ વાવણી અથવા તો અડધી રાતે પાકમાં પાણી વાળવાનું હોય ભારતી જાતે જ કરે છે.

ભારતી ખૂંટી પોતાની યુટુબ ચેનલ પણ ચલાવી રહી છે કે, જેમાં ગામડાની જીવનશૈલી બતાવવામાં આવે છે. “વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી” નામની ચેનલમાં તે ખેતીમાં કેવી રીતે કામ કરે છે, પશુઓ દોહવા તથા આપણાં પરંપરાગત તહેવારોની ઉજવણી સહિતના વીડિયો બનાવી રહી છે કે, જેમાં 40 દેશના લોકો જોડાયેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…