ભંગારના ગોડાઉનમાં અચાનક ભભૂકી ઉઠી વિકરાળ આગ – 11 કામદારો જીવતા ભુંજાયા ‘ઓમ શાંતિ’

347
Published on: 9:53 am, Wed, 23 March 22

હૈદરાબાદમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના બોયાગુડા વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી 11 કામદારો જીવતા બળી ગયા. મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના હતા અને અહીં ભંગારના ગોડાઉનમાં કામ કરતા હતા. હાલ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે તપાસ શરૂ કરી છે.

હૈદરાબાદના ડીસીપી સેન્ટ્રલ ઝોને જણાવ્યું કે, તમામ 11 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગ હવે કાબુમાં આવી ગઈ છે. મૃત્યુ પામેલ તમામ મજૂરો બિહારના હતા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગાંધી નગર SHO મોહન રાવે જણાવ્યું કે, ભંગારના ગોડાઉનમાં 12 લોકો હાજર હતા. જેમાંથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 1ને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. ડીઆરએફ બચાવ કાર્યમાં લાગેલું છે. જોકે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તેલંગાણાના CM કે.ચંદ્રશેખર રાવે આગની ઘટનામાં બિહારના મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેણે મૃતકના નજીકના પરિવારને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મજૂરોના મૃતદેહોને બિહાર મોકલવાની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભંગારના ગોડાઉનમાં પહેલા માળે 12 મજૂરો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…