આઠ મહિના પહેલા લગ્ન થયા હતા, ને આજે બંનેએ એકસાથે ગુમાવ્યો જીવ- એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર

263
Published on: 5:13 pm, Mon, 11 October 21

મધ્યપ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બનેલી દુર્ઘટનાએ દરેક પરિવારને ક્યારેય ન રુઝાય એવા ઘા આપી દીધા છે. આ પ્રકારની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 51 લોકો મોત થઇ ચુક્યા છે, જેમાં એક પતિ-પત્નીનાં મોત થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. અજય પનિકા(ઊ.વ.25)તેની પત્નીને ANMની પરીક્ષા દેવડાવવા માટે સીધીથી સતના લઈ જઈ રહ્યો હતો.

8 મહિના અગાઉ થયાં હતા લગ્ન:
સીધી જિલ્લાના શમી તાલુકામાં રહેતાં 25 વર્ષીય અજય અને 23 વર્ષીય તપસ્યાના તારીખ 8 જૂન,2020ના રોજ લગ્ન થયા હતા. બંનેના મોત થયા છે તે ઘટના અંગેની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનો જયારે ઘટનાસ્થળે પહોંચ્યાં તો તપસ્યાનો મૃતદેહ મંગળવારે 3 વાગ્યે મળી આવ્યો હતો અને અજયનો મૃતદેહ 5 વાગ્યે મળી આવ્યો હતો. પોસ્ટમાર્ટમ બાદ બન્ને મૃતદેહને એમ્બ્યુલન્સમાં 10 વાગ્યે દેવરી પહોંચાડી લેવામાં આવ્યા હતા.

અંતિમસંસ્કારમાં ન આવી શક્યા પિતા:
આ દુર્ઘટનાથી આખું ગામ ખુબ જ દુઃખી છે અને આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અજયના પિતા ગુજરાતમાં હોવાથી પુત્ર અને પુત્રવધૂના અંતિમસંસ્કારમાં આવી શક્ય નહોતા. તેમને ગુજરાતથી આવતાં 3 દિવસ જેટલો સમય લાગે અને પોસ્ટમોર્ટમ કરેલા મૃતદેહને આટલો સમય ન રાખી શકાય તે માટે તેઓ અંતિમસંસ્કારમાં હાજર નહોતા રહી શક્યા.

દીકરીના પિતાનું સ્વપ્ન અધૂરું રહી ગયુંઃ
દીકરીના મોતથી અત્યંત દુઃખી તપસ્યાના પિતાએ જણાવતા કહ્યું કે, અમે 8 મહિના પહેલાં જ  મારી દીકરીના લગ્ન કરાવ્યા હતા. અમે અમારી દીકરીને ભણાવી ગણાવીને કંઈક બનાવવા ઈચ્છતા હતા, પણ હવે એ સ્વપ્ન તૂટી ગયું છે અને અંત આવ્યો છે અને અમારા બધા અરમાન અધૂરા રહી ગયા છે.

અજય તેમની પત્ની તપસ્યાને ભણાવી ગણાવીને કંઈક બનાવવા ઈચ્છતો હતો અને એટલા માટે જ તે પોતાની પત્નીને પરીક્ષા અપાવવા માટે સતના લઈને જઈ રહ્યો હતો. પરંતુ આ ભયાનક દુર્ઘટનાએ બન્નેનાં સ્વપ્નને પૂરું કરી દીધું છે. અજય અને તપસ્યાના અંતિમસંસ્કાર એક સાથે બુધવારે કરવામાં આવ્યા હતા અને બંનેના અગ્નિસંસ્કારમાં વિધિસર મુખાગ્નિ આપવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…