જામનગરમાં વિફરેલા પતિએ પત્ની અને આઠ વર્ષના બાળક પર પેટ્રોલ છાંટી ચાંપી દીધી આગ

194
Published on: 12:45 pm, Tue, 12 October 21

જામનગર(ગુજરાત): જામનગર જિલ્લા(Jamnagar District)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જામજોધપુર તાલુકા(Jamjodhpur Taluka)ના સડોદર ગામ(Sadodar village)માં પતિએ પોતાની પત્ની અને બાળકને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી નાખ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. નવરાત્રી(Navratri) જેવા તહેવાર દરમિયાન પોતાની પત્ની અને બાળકને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરનાર પતિ વિરુધ પોલીસે(Police) ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં નવરાત્રી જેવા પવિત્ર તહેવારો પર પોતાની પત્ની અને માસૂમ પુત્રને જીવતા સળગાવી દેવાનો બનાવ સામે આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાને કારણે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ કરવા માટે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

જાણવા મળ્યું છે કે, જામજોધપુર પંથકના સડોદર ગામેં રહેતા અને ખેત મજૂરી કામ કરતીને પોતાનું ગુજરાન ચલાવતા ભાવનાબેન નરેશભાઈ મારવાડી નામની પરિણીત મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના 8 માસના પુત્ર રણજિત ઉપર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. તેને કારણે આ અંગે પોતાના જ પતિ નરેશ કનુભાઈ મારવાડી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.

પોલીસને મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે ભાવનાબેન પોતાના ઝૂંપડામાં હતી, અને 8 માસનો પુત્ર રણજિત રડતો હોવાથી પતિ ઝૂંપડામાં આવ્યો હતો, અને ‘તને સંતાન સાચવતા નથી આવડતું’ તેમ કહીને ઝઘડવા લાગ્યો હતો. ત્યારબાદ ભાવનાબેન અને પુત્ર પર પેટ્રોલ છાંટી અને ઝૂંપડામાં પણ પેટ્રોલ છાંટીને તેઓને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન આગ લગાવીને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં ભાવનાબેન અને પુત્ર રણજિત શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શેઠવડાળા પોલીસ સ્ટેશનની ટુકડીને આ બનાવની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ જામનગરની જી.જી હોસ્પિટલે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ભાવનાબેનનું નિવેદન નોંધ્યા પછી તેની ફરિયાદના આધારે પતિ નરેશ કનુભાઈ મારવાડી વિરુધ હત્યાનો પ્રયાસ અંગેની કલમ 307 તેમજ 504 મુજબ ગુનો નોંધ્યો છે. આ પછી ભાગી છૂટેલા નરાધમ પતિની પોલીસ શોધખોળ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…