થોડા દિવસ પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે, હવે રાજ્યમાં ‘ગુલાબ’ બાદ ‘શાહીન’ વાવાઝોડું વિનાશ વેરી શકે છે ત્યારે હાલમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં શાહીન વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે ત્યારે આજે સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના પંથકમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા અલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે અતિભારે વરસાદની આગાહીને કારણે કચ્છના 64 જેટલા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે જયારે આની સાથોસાથ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો તથા નીચાણવાળા ગામોમાં પણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં 2 દિવસ વરસાદ રહેશે:
કચ્છમાં આવેલ લખપત, માંડવી, મુન્દ્રા તથા અબડાસા સહિત કેટલાક તાલુકાઓમાં તંત્ર ખડે પગે ઉભું રહ્યું છે ત્યારે અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ચુક્યું છે. હવામાન વિભાગનાં મત મુજબ સૌથી વધુ પવનની ગતિ 80 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે.
જેને કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટેનાં આદેશ આપી દેવામાં આવ્યો છે. આનો સાથે -સાથે જ આગામી 3 દિવસ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે ત્યારે હવામાન વિભાગ તરફથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે, વાવાઝોડાને લઈ ગુજરાતને કોઈ ખતરો નથી.
સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ રહેશે:
શાહીન વાવાઝોડાની અસરને ધ્યાનમાં લેતા આજે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી શકે છે. જો કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાઈ જતા ગુજરાતનાં માથા પરથી એક મોટી આફત ટળી છે પણ હજુ દરિયાકાંઠાના વિસ્તારો સહિત થોડાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો કે, રાજ્યમાં વરસાદને લીધે લોકો અગાઉથી જ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ફરીવાર વરસાદ આફત બનીને આવે તો ભારે તારાજી સર્જી શકે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે નદી, નાળા, સરોવર ડેમ છલકાઈ ચુક્યા છે, તો નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં ઘોડા પૂર જેવી સ્થિતિ સર્જાતા કેટલાક ગામો તથા માર્ગો પર પાણી ફરી વળ્યા છે.
આ વિસ્તારોમાં પડશે હળવાથી લઈને ભારે વરસાદ:
શાહીન વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે કે, જેને લીધે હવામાન વિભાગે સતત 2 દિવસ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આવેલ જામનગર, દ્રારકા, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 2 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે એવું જણાવ્યું છે. બીજી બાજુ જામનગર, દ્વારકા, ભાવનગર, પંચમહાલ, દાહોદ તથા મહીસાગર, દાદરાનગર હવેલી, દીવ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…