ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડાંએ મચાવી તબાહી, ધૂળની ડમરી ઊડી, વીજળી ગુલ થતા છવાયો અંધારપટ – જુઓ ભયંકર વિડીયો

218
Published on: 4:28 pm, Wed, 22 June 22

હાલ રાજ્યમાં છવાયેલા વરસાદી માહોલ વચ્ચે સુરેન્દ્રનગરના લખતર પંથકના વિરમગામ બાજુના રોડ ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ વાવાઝોડાના કારણે 18 વીજથાંભલા પડવાથી વીજળી ગુમ થતા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારુ છવાઈ ગયું છે.

આ વાવાઝોડાને કારણે ઘર અને દુકાનોને મોટા પ્રમાણમાં નુકશાન પહોચ્યું છે. જેથી તંત્ર દ્વારા પણ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસાનાં શરૂઆતના વરસાદે જ ભારે વાવાઝોડા સાથે લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી સર્જી હતી.

મળતી માહિતી મુજબ, તા.21-6-22ને મંગળવારના રોજ સાંજનાં સમયે તાલુકાનાં વિઠ્ઠલગઢ, જ્યોતિપરા બાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વંટોળ ફૂંકાયા હતા. જેના કારણે આ વિસ્તારના અંદાજે 18 વીજ થાંભલાઓ પડી ગયા હતા અને વીજ ટાવર પણ પડી ગયા હતા. આ દરમિયાન, વીજ થાંભલો પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું કે, લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલથી ભારે નુકશાન પહોચ્યું છે. આ ઉપરાંત, તાલુકાના 12 ગામોને પણ અસર થઈ હોવાનું સામે આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…