બોલવા માત્રથી જ થશે ફોનમાં ચાર્જિંગ, જાણો શું છે આ નવી ટેકનોલોજી?

Published on: 12:56 pm, Wed, 30 June 21

ટેક્નોલોજીના જમાનામાં અનેક અવનવા સંશોધનો સામે જોવા મળી રહ્યા છે.જેમા ટેકનોલોજીને વૈજ્ઞાનિક ખૂબ આગવા વિચારથી સંશોધન કરી રહ્યા છે. દિવસેને દિવસે અનેક શોધ થઈ રહી છે.ટેક્નોલોજી કંપની શિયોમી હાલમાં નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે,જેમાં માત્ર વોઇસની મદદથી સ્માર્ટફોન ચાર્જ કરી શકાશે. શિયોમી નું કહેવું છે કે, તે ભારતમાં નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ છે,જે પોતાની નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે.

જેના દ્વારા માત્ર અવાજથી સ્માર્ટફોન અને અન્ય ઉપકરણોની બેટરી ચાર્જ થાશે. આ નવી ટેક્નોલજી માટે કંપનીએ પેટન્ટ પણ ફાઇલ કર્યુ છે.ટેક્નોલોજી વિકસાવવામાં સૌથી વધારે આગળ પડતુ સ્થાન ધરાવે છે તો તે છે ચીન.શિયોમી આ પેટન્ટનો ઉપયોગ એક સાઉન્ડ ચાર્જિંગ ડિવાઇસ, એનર્જી સ્ટોરેજ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે કરી શકે છે.

આ ઉપકરણો અવાજ એકઠા કરશે અને તેને પર્યાવરણીય વાઈબ્રેશનથી મેકેનિકલ વાઈબ્રેશનમાં રૂપાંતરિત કરશે.ટેક્નોલોજીની વાત કરીએ તો ભારત પણ આવે છે. સતત વધી રહેલી શોધના કારણે આજે એક એવું ડિવાઈસ અવાજથી ચાર્જ કરી શકશો મોબાઈલ ફોન.

મિકેનિકલ ડિવાઇસને ઇલેક્ટ્રિક કરંટમાં કન્વર્ટ કરવા માટે, શિયોમી ગ્રાહકોને એક ડિવાઇસ પણ આપશે. આ ડિવાઈસ AC કરંટને DC કરંટમાં ફેરવશે.કંપનીનો દાવો છે કે આ ટેકનોલોજી પાવર સોકેટ વિના સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસીસ ચાર્જ કરશે.એક રિપોર્ટ અનુસાર, શાઓમી આ સાઉન્ડ ચાર્જિંગ પેટન્ટનો ઉપયોગ સાઉન્ડ ચાર્જિંગ ડિવાઈસ, એનર્જી સ્ટોરેજ ડિવાઈસ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે કરી શકે છે.

આ તમામ ડિવાઈસ અવાજ એકત્રિત કરશે અને તેને એન્વાર્યમેન્ટલ વાઈબ્રેશનથી મિકેનિકલ વાઈબ્રેશનમાં ફેરવશે અને પછી તેને માર્કેટમાં બહાર પાડશે.