હવે ઘરે બેઠા ફ્રી માં મળશે ‘આયુષ્માન કાર્ડ’ – જાણો તેનાથી થતો લાભ અને અન્ય ફાયદાઓ

630
Published on: 12:26 pm, Thu, 14 October 21

આજના સમયમાં પણ એવા કેટલાક લોકો છે કે, જેઓએ આયુષ્માન કાર્ડ તો બનાવી લીધા છે પરંતુ તેમની પાસે કોઇ કારણોસર કાર્ડની કોપી નથી. જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી! કારણ કે, તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં આસાનીથી ‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ડાઉનલોડ કરી શકો છો. આની માટે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે.

આ રીતે કરો આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ:
‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ડાઉનલોડ કરવા માટે આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો ખુબ જરૂરી છે તેમજ આધારમાં લિંક માબોઇલ નંબર તમારી પાસે હોવા જોઇએ. ‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ને ડાઉનલોડ કરતી સમયે જે કોઈપણ મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોય એમાં એક OTP આવશે જે પોર્ટલમાં નાંખવાનો રહેશે.

કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો પોર્ટલ ઓપન કરો. બાદમાં આધાર કાર્ડનો વિકલ્પ દેખાઈ આવે ત્યાં ક્લિક કરો. હવે Scheme વિકલ્પ જોવા મળશે ત્યાં ક્લિક કરો. જ્યાં PMJAY પસંદ કરીને તેમાં તમારૂ રાજ્ય પસંદ કરો. બાદમાં તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો તેમજ પછી જનરેટ OTP પર ક્લિક કરો.

જનરેટ OTP પર ક્લિક કરતા જ તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTPG આવશે. હવે આ OTP  દાખલ કરો. OTP દાખલ કર્યા પછી તમે વેરિફાઇ બટન પર ક્લિક કરો. વેરિફાઇ નંબર પર ક્લિક કરતા જ તમારૂ આયુષ્માન કાર્ડ ડિસ્પ્લે થશે.

જ્યાંથી તમે ઇચ્છો તો તમારા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખી શકો છો. જ્યારે પણ તમારી તબીબી સારવારની જરૂર પડે ત્યારે આયુષ્માન કાર્ડની પ્રિન્ટ આઉટનો ઉપયોગ કરી શકો છો.

Invalid OTP Please try again આવવા પર કરો આ કામ:
Ministry Of Health and Family Welfare દ્વારા  Ayushman Health Card Download કરવાની સુવિધા હાલમાં જ શરૂ કરી દેવાઈ છે કે, જેને લીધે આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરતી વખતે સર્વિસ બરાબર કામ કરતી નથી. તો તમને પણ જો Invalid OTP Please try again એવી એરર આવે તો તમે થોડા દિવસો બાદ ફરી આ વેબસાઇટ પર જ પ્રયત્ન કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…