એકસાથે બે લો-પ્રેશર સક્રિય થતા વાવાઝોડા સાથે તારીખ 13 થી 17માં ગુજરાતના આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

422
Published on: 1:40 pm, Sun, 12 September 21

હાલમાં સમગ્ર ભારતમાં બે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થયા છે, જેમાં પ્રથમ પૂર્વ રાજસ્થાન રાજ્ય પર છે. જે ખૂબ નબળી છે. હાલમાં તે ગુજરાતમાં વરસાદ આપીને થોડી ઉપર ખસીને ત્યાં જ સ્થિતિ થઇ ગય હતી. પરંતુ આજથી એ લો-પ્રેશર ધીમે ધીમે નીચે તરફ એટલે કે ઉત્તર ગુજરાત નજીક આવી રહી છે. જોકે નીચે આવવાની સાથે લો-પ્રેશર મજબૂત પણ બનતી જાય છે. મજબુત બનવાની સાથે જ વરસાદનાં વિસ્તારો વધતા જોવા મળે છે.

બંગાળની ખાડીમાં હજુ બીજી સિસ્ટમ છે. ડીપ્રેશનમાં ગયાં બાદ લેન્ડ ફોલ કરશે અને ત્યાર બાદ ધીમે ધીમે આગળ આવવા લાગશે. જોકે હાલ તે પૂર્વ રાજસ્થાન પર સિસ્ટમ છે. તે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ, ઊત્તર પૂર્વ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ આપી શકે છે. ગુજરાતમાં આ સિસ્ટમને કારણે 13 અને 14 તારીખે સારા વરસાદની આગાહી છે, અમુક જગ્યાએ અતિભારે વરસાદ પણ પડી શકે છે. જોકે હાલની પૂર્વ રાજસ્થાન સિસ્ટમની અસર પૂર્ણ નહીં થાય ત્યાં બીજી સિસ્ટમની અસર 14-15 તારીખથી જોવા મળશે.

એક લો-પ્રેશર સિસ્ટમની અસર આવતીકાલથી ગુજરાતમાં જોઈ શકાશે. તે લો-પ્રેશરની સિસ્ટમની અસર બે દિવસ ચાલશે ત્યાં મજબૂત લો-પ્રેશર સિસ્ટમ ફરીથી ઉત્તર મધ્યપ્રદેશ-રાજસ્થાન લાગુ વિસ્તારોમાં પહોચી જશે. જ્યારે આ લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવશે ત્યારે પહેલેથી જ એક લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત પર હશે, જેમને કારણે મોટો ટ્રફ બની શકે છે અને ગુજરાતમાં ફરી 14 તારીખથી લઈને 16 તારીખ દરમિયાન સારો વરસાદ પડી શકે છે.

આ વર્ષનું સૌથી મજબૂત ડિપ્રેશન બંગાળની ખાડીમાં બન્યું છે. લો-પ્રેસર, વેલમાર્ક લો-પ્રેશર માંથી ડિપ્રેશન સુધી ગયું છે. જેને મિની વાવાઝોડું પણ કહેવામાં આવે છે. ઉત્તર-મધ્ય ભારતના રાજ્યોમાં આ મીની વાવાઝોડાની અસર જોવા મળશે.

ભારતમાં પહેલી સપ્ટેમ્બરથી 15 ઓગસ્ટ સુધીમાં ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આપ સૌ જાણો છો કે, છેલ્લા બે વર્ષથી ચોમાસું મોડું વિદાય લે છે. તેવી જ રીતે, આ વર્ષે પણ 17 સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે. પરંતુ વેધર મોડેલોના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું વિદાય લઇ લે તેવી શક્યતા ગુજરાતમાં જણાતી નથી. બાકી રહેલ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાને બાદ કરતા બધા અઠવાડિયામાં વરસાદ જોવા માલશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…