આવો વાંચીએ કૃષ્ણ ભક્ત અને પ્રેમદિવાની મીરાબાઈનાં મૃત્યુ સાથે સંકળાયેલ અતિ રસપ્રદ પૌરાણિક કથા

339
Published on: 10:16 am, Sat, 30 October 21

આપણે સૌ કોઈ ભગવાન શ્રી કૃષ્ણને તો જાણતા જ હોઈએ છીએ તેમજ તેમની ભક્ત મીરાંબાઈથી પણ આજે કોઈ અજાણ નહીં હોય. મિત્રો શું આપને ખબે છે કે, મીરાંબાઈએ પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં જ વ્યતીત કરી નાખ્યું હતું. આ દરમિયાન તેમને કેટલાય કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો.

જયારે મીરાંબાઈ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે, તે તેને સમાજ ન ડર તેમજ કોઈ પરવા ન હતી. આની પાછળનું એકમાત્ર લક્ષ્ય હતું ભગવાન શ્રી કૃષ્ણ. મીરાંબાઈની ભક્તિ અંગે તો સૌ કોઈ લોકો જાણતા હશે પણ એમના મૃત્યુ અંગે ખુબ જ ઓછા લોકો જાણતા હશે.

આજે અમે આપને આવા જ એક રહસ્ય અંગે જણાવિશું કે, જેને જે જાણીને આપને આશ્વર્ય થશે. મીરાંબાઈનું મૃત્યુ કંઈ રીતે થયું આની પાછળ કેટલીક કથાઓ પ્રચલિત રહેલી છે. મીરાંબાઈના મૃત્યુ સ્થાન અંગે મોટાભાગના મત દ્વારિકા સાથે જોડાયેલ છે. જયારે એનો સાચો ભેદ હજુ સામે નથી આવ્યો. 

રાજસ્થાનમાં આવેલ મેઢતાંમાં મીરાંબાઈનો જન્મ થયો હતો. એમના પિતા મેઢતાંના રાજા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે, મીરાંબાઈ જ્યારે ખુબ જ નાના હતા ત્યારે એમની માતાએ ભગવાન શ્રીકૃષ્ણને તેનો પતિ જણાવી દીધો હતો. આ વાતને મીરાંબાઈએ સાચી માનીને ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાનું બધું માની લીધું હતું.

જ્યારે યાતનાઓ મીરાંબાઈની સહનશીલતાની બહાર ગઇ ગઈ તો તેમણે ચિત્તોડ છોડી દીધું હતું. ચિત્તોડ છોડીને સૌથી પહેલા તેઓ મેઢતાં ગયા હતા પણ મીરાંબાઈને સંતોષ ન મળતા તેઓ કૃષ્ણ ભક્તિનું કેન્દ્ર વૃંદાવન પહોંચી ગયા હતા. વૃંદાવનમાં થોડા વર્ષ રહ્યા પછી મીરાંબાઈ દ્વારિકા ચાલ્યા ગયા હતા.

મોટાભાગના લોકોનો માનવું છે કે, દ્વારિકામાં જ તેઓ કૃષ્ણ ભક્તિ કરતા કરતા જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા હતા. સાથે જ એવી પણ માન્યતા રહેલી છે કે, પૂર્વ જન્મમાં મીરાંબાઈ પણ મથુરાની ગોપિકા હતી. આ દિવસોમાં તેઓ રાધાની પ્રમુખ સહેલી હતા.

સાથે જ મનોમન જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. જયારે રાધાની સહેલીના વિવાહ બીજે કરાવિ દેવામાં આવ્યા ત્યારે એની સાસુને આ અંગેની જાણ થતા તેણે ગોપિકાને ઘરમાં જ બંધ કરી દીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણને મળવાની તડપથી તેણે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. જેથી આગલા જન્મમાં મીરાંબાઈના રૂપમાં તેમણે જન્મ લીધો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…