ગયા જન્મના પાપ-પુણ્ય આ જન્મમાં કેવી રીતે અસર કરે છે? જાણો ચોંકાવનારૂ ધાર્મિક રહસ્ય

222
Published on: 10:10 am, Thu, 9 December 21

આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા લોકો સારા કામ કરીને પણ દુ:ખી રહે છે તો ઘણા લોકો ખરાબ કામ કરવા છતાં ખુશ રહે છે. પરંતુ દરેક વ્યક્તિએ આજે નહિ તો કાલે સારા અને ખરાબ કામનું પરિણામ ભોગવવું જ પડે છે. હિંદુ ધર્મ અનુસાર નિશ્ચિતપણે પુનર્જન્મ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હિંદુ ધર્મ એ કર્મ ધર્મ કહેવામાં આવે છે. તેમજ ભગવાન કૃષ્ણએ મહાભારત દરમિયાન અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, તે અને મેં અનેક વાર જન્મ લીધો છે. પરંતુ આપણા બંનેમાં ફરક એટલો જ છે કે મને મારા બધા જ જન્મ યાદ છે પરંતુ તમને તમારા કોઈપણ જન્મ યાદ નથી.

ઘણા લોકોને થાય છે કે મેં કઈ પણ ભૂલ નથી કરી છતાં પણ મારી સાથે આવું શા માટે થઇ રહ્યું છે. પરંતુ સાચી વાત તો છે કે તમામ લોકો ભૂલોતો કરે જ છે. પરંતુ કોઈપણ વ્યક્તિને યાદ નહિ હોતું કે તે લોકોએ આ જન્મમાં ભૂલ કરી છે કે ગયા જન્મમાં અને ઘણા લોકો ભૂલ કરીને પણ શાંતિથી પોતાનું જીવન ગુજારતા હોય છે. કહેવાય છે આપણે જે પણ ભૂલ કરીએ છીએ તે આપણે બધું જ ભોગવીને જ જવાનું છે. જો તમે પણ જાણવા માંગો છો કે લોકો ભૂલ કરીને પણ કઈ રીતે ખુશ રહી શકે છે તો તમે એકવાર જરૂર ભગવાન શ્રી કૃષ્ણની આ વાત તમારે જરૂર વાંચવી જોઈએ.

કહેવાય છે કે મહાભારતના યુદ્ધના દસમા દિવસ દરમિયાન જ્યારે સંપૂર્ણ ભીષ્મ પિતામહ બાણોની શૈયા સુતેલા ત્યારે યુદ્ધની સમાપ્તિ આવી હતી. શ્રી કૃષ્ણને ભીષ્મ પિતામહના આશીર્વાદ લેવા હતા. તો શ્રી કૃષ્ણ પાંડવોની સાથે ભીષ્મ પિતામહના આશીર્વાદ લેવા માટે ગયા હતા. ત્યારે ભીષ્મે શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે, હે વાસુદેવ મને એટલું કહો કે મારા કયા કર્મનું મને ફળ મળી રહ્યું છે કે હું છેલ્લા 18 દિવસથી અહીં પીડાય રહ્યો છું. આ સાંભળી શ્રી કૃષ્ણએ હસતા હસતા ભીષ્મને પૂછ્યું હતું કે હે પિતાજી તમને તમારા કર્મો વિશે પુનર્જન્મનું કોઈપણ જ્ઞાન છે? ત્યારે ભીષ્મે તેના છેલ્લા 100 પૂર્વ જન્મોનું જ્ઞાનની આપતા કહ્યું કે મેં આ 100 જન્મ દરમિયાન એક પણને દુ:ખ પહોચાડે તેવું કામ નથી કર્યું. અને અત્યારે મેં 101મી વાર રાજવી પરિવારમાં જન્મ લીધો છે.

ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપતા કહ્યું કે તમે એકવાર શિકાર કરીને પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન તમારા ઘોડા પર એક કરચલો આવી ગયો હતો જેને તમે તમારા તીર વડે ઉપાડીને નીચે ફેકી દીધો હતો. તે કરચલો કાંટા છોડ પર પડ્યો હતો અને તેના શરીર પર ઘણાબધા કાંટા ચોટી ગયા હતા. જેના કારણે તેનું કરુણ મૃત્યુ થયું હતું.

તમારા તમામ કાર્ય સારા હતા જેના કારણે તેના શ્રાપની તમારા પર કોઈ અસર થઈ ન હતી. જે સમય દરમિયાન દ્રૌપદી વિકૃત થઇ રહ્યા હતા ત્યારે તમામ સારા કર્યાનો અંત આવ્યો હતો અને તે પ્રાણી દ્વારા મળેલ શ્રાપ દ્રૌપદીને લાગી ગયો હતો. જયારે ગરુડ પુરાણમાં તમામ ખરાબ કર્મોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. કહેવાય છે કે ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વચનનો ભંગ કરવો, પૂજારીની હત્યા કરવી કે પછી તમારા ઓરડાની સ્વચ્છતા બગાડવી એ મહાપાપ સમાન છે તેમજ કોઈપણ સ્ત્રી પર હુમલો કરવો અથવા સ્ત્રીને ઇજા પહોંચાડવી, કોઈપણ વ્યક્તિ સાથે છેતરી પીંડી કરવી, મારવાનું કાવતરું કરાવું, દારૂ વેચવો, પોતાના ફાયદા માટે પ્રાણીઓની હત્યા કરવી આ તમામ દુધ્કર્મ કરનાર લોકો સીધા નરકમાં જ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…