આ રીતે ચેક કરો કે, ઘરમાં આવેલું પનીર અસલી છે કે નકલી? – એક વખત ખાસ જાણી લેજો રીત

0
18
Published on: 11:06 am, Tue, 20 July 21

આપણે જોઈએ તો, પનીર જોઈ ને અસલી છે કે નકલી તેનો અંદાજો લગાવી શકતા નથી. જો કે, ખાધા બાદ થોડી ખબર પડે કે, તેનો સ્વાદ કંઈક અલગ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આખરે કઈ રીતે તપાસ કરવી કે પનીર અસલી છે કે નકલી. જો તમારે ઘરે ચેક કરવુ હોય તો આ રીતે કરી છો કે, પનીર અસલી છે કે નકલી.

આ રીતે ચકાસી શકો
પનીરનો નાનો ટુકડો તમે હાથમાં રાખીને મસળીને જોઈ શકો છો. જો તે તૂટીને ભૂકો થઈ વિખેરાઈ જાય તો તે ભેળસેળવાળુ પનીર છે. કારણ કે, તેમાં રહેલા સ્કીમ્ડ મિલ્ડ પાઉડર વધારે દબાણ સહન કરી શકતુ નથી.

નકલી પનીર વધારે ટાઈટ હોય છે. તેનું ટેક્સચર રબડની માફક હોય છે.જો તમે પણ પનીર ઘરે લાવ્યા છો, તો તેને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી લો.

જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેના પર થોડુ આયોડિન ટિંચર નાખો, જો પનીરનો રંગ લીલો પડવા લાગે તો, સમજી જાવ કે આ પનીર નકલી છે.ભેળસેળવાળુ પનીર ખાતી વખતે રબરની માફક ખેંચાતુ દેખાશે.

અત્યાર ના સમય માં પનીર નો ઉપયોગ લોકો બહોળા પ્રમાણ માં કરી રહ્યા છે. જેથી લોકોના શરીર માં રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.