લખીમપુર ખીરી માં કેવી રીતે ભાજપના નેતાઓએ ખેડૂતોને કચડી નાખ્યા તેનો હચમચાવી નાખે એવો વિડીયો આવ્યો સામે

197
Published on: 10:37 am, Tue, 5 October 21

ઉત્તરપ્રદેશના લખિમપુર ખેરી જિલ્લાના લખનઉમાં ખેડૂતોના મોતને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર પર કાર ચડાવી દેવાનો આરોપ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં SUV કાર સૂત્રોચ્ચાર કરતા ખેડૂતોને કચડી નાખતી જોવા મળે છે. જેને કારણે લખીમપુર ખેરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને આપ નેતા સંજય સિંહે આ વીડિયો શેર કર્યો છે.

25 સેકન્ડના વીડિયોમાં ખેડૂતો વાહન સાથે ટકરાતા અને જમીન પર પડતા જોઇ શકાય છે. જ્યારે અન્ય ખેડૂત વાહનની આગળથી દૂર જવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ખેડૂતોને ટક્કર મારતી એસયુવીની પાછળ સાયરન વાગતું અન્ય વાહન પણ જોવા મળી રહ્યું છે.

વીડિયો રવિવારે સ્થળ પર હાજર ખેડૂતો ઉતારવામાં આવ્યો છે, જેમણે જણાવ્યું છે કે, વાહન તેમને પાછળથી અથડાયું હતું. વીડિયોમાં ખેડૂતોને ફટકારતી એસયુવીની રચના અને રંગ પણ ઘટનાસ્થળના અન્ય દ્રશ્યો સાથે મેળ ખાય છે.

રવિવારે લખીમપુર ખેરીના ટીકોનીયા વિસ્તારમાં ખેડૂતોના એક જૂથે કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની પ્રવાસનો વિરોધ કર્યો હતો. મિશ્રાના તાજેતરના ભાષણથી ખેડૂતો ખુબ નારાજ હતા.

ખેડૂતોનો દાવો છે કે, મંત્રીના કાફલાની એક ગાડીએ પ્રદર્શનકારીઓને ટક્કર માર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ઘટનાસ્થળના દ્રશ્યોમાં અગ્નિદાહ અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓનો આરોપ છે કે, આ કાર કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ ચલાવી રહ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…