ગોવાથી કાજુના રોપા ગુજરાત લાવી બાપ-દીકરાની જોડીએ શરુ કરી ખેતી અને રચ્યો ઈતિહાસ

213
Published on: 4:18 pm, Mon, 18 October 21

દેશનાં સેકંડો ખેડૂતો હવે પારંપરિક ખેતીની સાથોસાથ જ અનેકવિધ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે ત્યારે મોટાભાગના ખેડૂતો હાલમાં બાગાયતી ખેતી કરતા થયા છે કે, જેમાં ખુબ ઓછા ખર્ચા તેમજ મહેનતની સામે બમણી કમાણી પણ થઈ રહી છે ત્યારે હળવદમાં આવેલ શિવપુરા ગામના પ્રશાંતભાઈ ચનિયારા તેમજ તેમના પિતા અશોકભાઈ ચનિયારાની વાત કરવા જઈ રહ્યા છીએ.

એમણે એમની કુલ 85 વિઘાના ખેતરમાંથી 60 વિઘાના ખેતરમાં છેલ્લાં 10-12 વર્ષથી બાગાયતી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. ફક્ત આટલું જ નહીં પરંતુ બંને પિતા-પુત્રએ પોતાની વાડીમાંથી જ બાગાયતી ખેતીમાંથી ઉપજનું વેચાણ કરી રહ્યા છે. આમ, બંને પિતા-પુત્રએ બાગાયતી ખેતીમાં બીજા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આજે કેટલાય ખેડૂતો તેમની પાસે માર્ગદર્શન લેવા માટે આવી રહ્યા છે.

બાગાયતી ખેતીનો વિચાર કેવી રીતે આવ્યો?
પ્રશાંતભાઈ જણાવે છે કે, અગાઉથી જ અમને ખેતી કરવાનો શોખ હતો તેમજ અમારી જમીન પણ બાગાયતી ખેતી માટે અનૂકુળ હતી. એટલે જ અમે અલગ-અલગ જગ્યાની નર્સરીમાંથી છોડ લાવીને 2.5 વિઘામાં કાજુ, 10 વિઘામાં લીંબુડી, 7 વિઘામાં જામફળ, 3 વિઘામાં ચીકુ તેમજ 40 વિઘામાં આંબાનું વાવેતર કર્યું હતું.

વાવેતરમાં શું-શું ધ્યાન રાખવું?
પ્રશાંતભાઈ જણાવે છે કે, આમ તો વાવેતરમાં ખાસ કંઈ ધ્યાન રાખવું પડતું નથી પરંતુ જ્યારે ઝાડમાં ફાલ આવે ત્યારે એમાં નિયમિત દવા છંટકાવ કરવો પડે છે. કારણ કે, ફ્રુટ હોવાને કારણે તેમાં જીવાત આવવાની ખૂબ જ સંભાવના રહેલી છે. આની ઉપરાંત અમે ઓર્ગેનીક ખાતર વાપરી રહ્યા છીએ.

કાજુની ખેતીની કેવી રીતે શરૂઆત કરી?
પ્રશાંતભાઈ કાજુની ખેતી વિશે જણાવે છે કે, આજથી 5 વર્ષ અગાઉ ગોવા ફરવા માટે આવ્યા ત્યારે આ દરમિયાન હું ત્યાંના બગીચા પણ વિઝિટ કરવા ગયો હતો. ત્યાંના લોકો સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, તમારી જમીનની માટી કેવી છે? તેમને મેં કહ્યું કે, અમારી માટી રેતીવાળી છે. બાદમાં તેમને મને કહ્યું કે, તમારે પાણી ખેતરમાં ભરાવવું ના જોઈએ તેમજ ઢાળવાળી જમીન હોવી જોઈએ. કારણ કે, કાજુની ખેતીમાં તેના ઝાડને પાણી ખૂબ જ ઓછું જોઈએ છે.

કાજુની ખેતીમાં ટ્રાય કરવા માટે અમે સૌપ્રથમ 500 છોડ લાવીને તેને 5 વિઘામાં વાવેતર કર્યું હતું. બાદમાં અમે 2.50 વિઘામાં કાજુના ઝાડ રાખીને બીજા અઢી વિઘામાં અમે ઝાડ કાઢી નાખ્યા હતાં. આ જમીનમાં જે કાજુનું વાવેતર કર્યું છે એની અમે ચોક્કસ માવજત કરી રહ્યા છીએ. જેને કારણે તેમાં સારું રિઝલ્ટ મળે છે.”

કાજુનો ખુબ સારો પાક આવતાં આમ તો 4 વર્ષનો સમય લાગે છે. જો કે, અમે 4 વર્ષે કાજુનો પાક લીધો ન હતો અમે 5 વર્ષે ખુબ સારો ફાલ ફાલ આવ્યા બાદ લીધો હતો. અમારે કુલ 85 વિઘાનું ખેતર છે કે, જેમાંથી અમે 60 વિઘામાં બાગાયતી તેમજ અન્ય 25 વીઘામાં રૂટિન ખેતી કરીએ છીએ. બાગાયતી ખેતીમાં એક વિઘે 6,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જયારે વર્ષે 15-20 લાખ રૂપિયાની કમાણી થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…