કોણી, ગોઠણ અને ચહેરા પરની કાળાશને જડમૂળમાંથી દુર કરવા માટે ઘરેબેઠા અપનાવો આ કારગર ઉપાય

153
Published on: 12:13 pm, Sat, 25 September 21

આપણા સ્વાસ્થ્યને ઉપયોગી થાય એવી કેટલીક જાણકારીઓ સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મોટાભાગના લોકોની એક સમસ્યા સામાન્ય હોય છે કે, ચહેરાને તો સાફ રાખવાની ટેવ હોય છે પરંતુ કોણી તથા ગોઠણના ભાગ પરની કાળજી લેવાની છૂટી જતી હોય છે. શિયાળામાં કોણી તથા ગોઠણના ભાગ પરની ચામડી સુકી થઇ જાય છે. આજ અમે આપને  એવી ટિપ્સ જણાવવા માટે જઈ રહ્યાં છે કે, જેનાથી કોણી તથા ગોઠણના ભાગ પરની કાળાશ દૂર થઈ જાય છે.

ચહેરાની સંભાળ રાખવા માટે લોકો લે અને સ્ક્રબ, ક્રીમ અથવા તો ફેસપેકનો ઉપયોગ પણ કરે છે. ઘણીવાર ચહેરાની સિવાય અમુક અંગોની સંભાળ લેવાની આદત છૂટી જતી હોય છે. ઘણા લોકો સામાન્ય સમસ્યાથી પરેશાન હોય છે, જેનાંથી એ કંટાળી ચુક્યા હોય છે અથવા તો સંભાળ લેવાનું જ ભૂલી ગયા હોય છે.

શરમનું કારણ બની શકે છે ત્વચાની કાળાશ :
ફેશનેબલ લોકોની માટે ટૂંકા કપડા ફેશન કહેવામાં આવે છે તેમજ ટૂંકા વસ્ત્રો પહેરતી વખતે હાથની કોણી તથા પગના ગોઠણની કાળાશ શરમ અપાવે છે. આખું શરીર સુંદર તથા સુડોળ લાગતું હોય પરંતુ ગોઠણના ભાગની કાળાશ વધારે હાઈલાઈટ થતી હોય છે. ખાસ તો એટલા માટે જ કોણી તથા ગોઠણના ભાગની ત્વચા નિખારવી પણ ખુબ જરૂરી બને છે

કેવી રીતે દૂર કરી શકાય છે ત્વચા પરની કાળાશ?

લીંબુનો ઉપયોગ :
લીંબુ એ ચામડી પરનો મેલ દૂર કરવા માટે કારગર ઉપાય છે. ડાર્ક એરિયા માટે લીંબુથી વિશેષ કોઈ શ્રેષ્ઠ વિકલ્પ નથી. લીંબુ ત્વચા પરની કાળાશને દૂર કરે છે તથા આની સાથે જ ઉપયોગ દ્વારા ત્વચાને કોમળ બનાવી શકાય છે.

કઇ રીતે લીંબુનો ઉપયોગ કરવો ?
લીંબુને અડધું કાપીને એમાંથી એક ભાગને લઈ કોણી, ગોઠણ અથવા કાળા થઇ ગયેલ શરીરના અંગ પર 5 મિનીટ સુધી હળવે ઘસવું જોઈએ. બીજા લીંબુના અડધા ભાગને બીજા હાથ અથવા તો પગના ભાગ પર જણાવ્યા પ્રમાણે જ ઘસવું. ત્યારપછી 4 કલાક સુધી એમ જ રહેવા દઈને એ ભાગની ત્વચાને ટુવાલથી હળવેથી ઘસવું જોઈએ. છેલ્લા, એ ભાગને સાફ કરવા માટે સહેજ ગરમ પાણીનો ઉપયોગ કરવો તથા અંતમાં એ જગ્યા પર મોઇશ્ચ્યુરાઇઝર લગાડી લેવું.

સંતરાની છાલનો ઉપયોગ :
સંતરાની છાલમાં કુદરતી સ્કીન લાઈટનિંગ પ્રોપર્ટીઝ હોય છે. જેને કારણે કોણી તથા ગોઠણ પરની કાળાશ દૂર કરી શકાય છે. સૌપ્રથમ તો સંતરાની સૂકાયેલ છાલનો બારીક ભુક્કો કરીને 1 ચમચી દૂધમાં એક ચમચી ગુલાબજળ ઉમેરીને એમાં 2 ચમચી સંતરાની છાલનો ભુક્કો ઉમેરો. આ મિશ્રણથી ધીરે-ધીરે અંડરઆર્મસમાં સ્ક્રબ કરો. 15 મિનીટ સુધી સૂકવવા માટે છોડી દો. ત્યારપછી ઠંડા પાણીથી સાફ કરી લેવું. આ પ્રયોગ બાદ મોઇશ્ચ્યુરાઇઝર લગાવવાનું ભૂલવું જોઈએ નહી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…