હોલીવુડ એક્ટરને કાઠીયાવાડી કઢીનો સ્વાદ દાઢે વળગ્યો, લાખો રૂપિયાની કઢી ઝાપટી ગયો

178
Published on: 3:53 pm, Thu, 9 June 22

ફિલ્મ જગતના લોકો અને ફિલ્મ રસિયાઓ માટે જેક સ્પેરો નામ જરાય અજાણ્યું નથી તમને જણાવી દઈએ કે જેક સ્પેરો ફેમ અભિનેતા જોહની ડેપ્સ હાલમાં ખુબજ ખુશ ખુશાલ છે આવો ચાલો જાણીએ તેમની ખુશી પાછળનું રહસ્ય. પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન અભિનેતા જોની ડેપે તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો કેસ જીત્યો છે. આ પછી તેણે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું.

હવે જોની ડેપ પોતાની જીતની ઉજવણી કરવા એક ભારતીય રેસ્ટોરન્ટમાં ગયો હતો. અહીં તેણે 48 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો. જોની ડેપ પાર્ટીમાં તેના સંગીતકાર મિત્ર અને ભાગીદાર જેફ બેક સહિત 20 અન્ય લોકો જોડાયા હતા. બર્મિંગહામની સૌથી મોટી ભારતીય રેસ્ટોરન્ટ આ આકર્ષક પાર્ટીની સાક્ષી હતી. ડેપ હાલમાં પ્રવાસ પર છે અને યુનાઇટેડ કિંગડમમાં રહે છે.

આ અગાઉ જોહની ભાઈ ગયા મહિનાના અંતમાં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાંના એક શો સહિત અનેક  ગિટારવાદકોના શોમાં પણ દેખાયો હતો. ત્યારે હાલ ફરી તેઓ પોતાના મિત્રો સાથે દેખાયા હતા.20,000 સ્ક્વેર ફૂટની આ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી હતી જેથી ડેપ અને તેના મિત્રો પાર્ટીનો આનંદ માણી શકે. તેમની પાર્ટી લગભગ અડધી રાત સુધી ચાલી હતી.

આ બાબતે ખાસ હોટેલના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ સેલીબ્રેશનની જાણ તેમને અગાઉ થીજ કરી દેવામાં આવી હતી. રેસ્ટોરન્ટના મેનેજર મોહમ્મદ હુસૈને આઉટલેટને જણાવ્યું: “રવિવારે બપોરે અમને ફોન આવ્યો કે જોની ડેપ લોકોના જૂથ સાથે ડિનર કરવા માંગે છે.હોલિવૂડ એક્ટર જ્હોની ડેપ ગયા ગયા અઠવાડિયે પૂર્વ પત્ની અમ્બર હર્ડ સામેનો માનહાનિનો કેસ જીતી ગયો હતો.

એક્ટરે ઇંગ્લેન્ડમાં આ વાતની ખુશી મનાવી હતી. જ્હોની મિત્રો સાથે બર્મિંઘમની ઇન્ડિયન રેસ્ટોરાંમાં જમવા ગયો હતો અને અહીંયા 48 લાખ રૂપિયાનું બિલ આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં એક્ટર ઇંગ્લેન્ડની ટૂર પર છે. તેની સાથે લિજેન્ડરી ગિટારિસ્ટ જેફ બેક છે.

જ્હોની સાંજે સાડા સાત વાગે આવ્યો હતો. તેની સાથે ગિટારિસ્ટ જેક સહિત 20 લોકો હતાં. તેઓ રાતના સાડા અગિયાર સુધી રોકાયા હતા. તેઓ રેસ્ટોરાંના સિદ્ધાર્થ લૉન્જમાં બેઠાં હતાં. એક્ટરની ટીમે આખી રેસ્ટોરાં બુક કરી હતી. આ જ કારણે આખી રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…