ગુજરાતમાં વધુ એક ‘હિટ એન્ડ રન’ -બે યુવતીઓને દડાની જેમ ઉડાવી કાર ચાલક ફરાર- જુઓ વિડીયો

115
Published on: 5:08 pm, Mon, 20 December 21

ગુજરાત રાજ્યમાં અવાર નવાર અનેક શહેરોમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે. જેના સીસીટીવી વિડીયો જોઇને તમારું કાળજું કંપી ઉઠશે. જેમાં એક કાર ચાલક બે યુવતીઓને ઉલાળી દે છે.

જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક આવેલી પાનેતર હોટલ નજીક સાંજના સમયે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરીને ચાલીને ઘરે જઈ રહેલી બે યુવતીઓને એક અજાણ્યા કાર ચાલકે ફૂટબોલની જેમ હડફેટે લેતા બન્ને યુવતીને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને યુવતીઓ ફગવાઈ ગઈ હતી.

યુવતીઓ માથાના ભાગે થઇ ઈજાગ્રસ્ત:
આ અકસ્માતનો બનાવ બનતાની સાથે જ સેવાભાવી લોકો અને આજુબાજુ રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને યુવતીને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં એક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને કરવામાં આવી રહી છે આગળની કાર્યવાહી:
જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જેથી જસદણ પોલીસે CCTV ફુટેજના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને પોતાના ચક્રો ગાતિમાન કર્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…