99% લોકો નહિ જાણતા હોય ગણપતિ બાપાના આ મંદિરનો ઈતિહાસ – જ્યાં ઉંધો સ્વસ્તિક કરવાથી દરેક મનોકામના થાય છે પૂરી

Published on: 11:40 am, Mon, 20 June 22

આજે અમે તમને ગુજરાતના એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં સાક્ષાત ગણપતિ બિરાજમાન છે. આ મંદિર ભાવનગરમાં આવેલું છે. આ મંદિર છે અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર. અહી સીધો અને ઉંધો સાથીયો કરવાનો મહિમા છે. જેનાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. તો ચાલો જણાવીએ આ મંદિરનો રોચક ઈતિહાસ.

અષ્ટવિનાયક સિદ્ધી વિનાયક મંદિર શાસ્ત્રી હરીશચંદ્ર મહારાજના હસ્તે આજથી 10-12 વર્ષ પહેલા નવ નિર્માણ પામ્યું હતું. ત્યારબાદ જેમ-જેમ ભક્તોની મનોકામના પૂર્ણ થતી ગઈ તેમ-તેમ ભીડ વધતી ગઈ. અહી ઘઉંના સ્વસ્તિકનો મહિમા છે કે, જ્યાં સુધી મનોકામના પૂરી ન થાય ત્યાં સુધી દર મંગળવાર અને ચોથને દિવસે ઉંધો સ્વસ્તિક કરવાનો અને મનોકામના પૂરી થઇ જાય એટલે ત્યાં જઈને સવળો સ્વસ્તિક કરવાનો.

આ એવું પહેલું મંદિર છે જ્યાં અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક એકસાથે બિરાજમાન હોય. આ સાથે 24 વર્ષ જુના સફેદ આકડામાંથી નેચરલી ગણપતિ બિરાજમાન થઇ જાય છે. વિધિ-વિધાનથી તને તેને બહાર કાઢો અને પછી એની પૂજા કરો તો કળયુગમાં ત્વરિત ફળ આપનારા સફેદ અર્કના ગણપતિનો અહી મહિમા છે. જેના દર્શન માત્રથી સર્વ પાપનો નાશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…