જાણો ખાખીજારીયામાં હાજરાહજૂર બિરાજમાન માં મોગલનો ઈતિહાસ – જ્યાં આંબા નીચેથી નીકળી ગરબે રમવા આવ્યા હતા માં મોગલ

324
Published on: 4:52 pm, Tue, 21 June 22

માં મોગલના અનેક ભક્તો છે અને ઘણી જગ્યાએ માં મોગલના મંદિરો પણ આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડતા હોય છે. આ ઉપરાંત, માં મોગલના ઘણા પરચા પણ તમે સાંભળ્યા હશે. ત્યારે આજે અમે તમને માં મોગલના એવા પરચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ નહિ જાણતું હોય. જ્યાં આંબા નીચેથી સાક્ષાત મોગલ માં નીકળ્યા હતા.

રાજકોટના ઉપલેટામાં મોજીરા અને ગઢાળા ગામ વચ્ચે ખાખીજારીયામાં આ મંદિર આવેલ છે. અહી સાક્ષાત ખાખીજારીયા મોગલ માં બિરાજમાન છે. જણાવી દઈએ કે, એકવાર અહી છોકરીઓ ગરબે રમતી હતી ત્યાં સાક્ષાત માતાજી નાગણીનું સ્વરૂપ લઈને રમવા આવ્યા હતા. થોડા જ દિવસ પહેલા આંબા નીચેથી માં મોગલ નીકળ્યા હતા. ત્યારબાદ ત્યાં માં મોગલની એક મૂર્તિ પણ બેસાડવામાં આવી હતી.

અહી વર્ષાબેન આહીર જે કાંબડીયા પરિવારની એક દીકરી છે તેને સપનામાં માં મોગલ આવ્યા હતા અને કહ્યું હું આંબા નીચે બેઠી છું મને બહાર કાઢો. ત્યારથી અહી મંદિર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, એકવાર અહી સાગરદાન ગઢવીની કાર્યક્રમ હતો ત્યાં સાગરદાન ગઢવીને થાપો માર્યો તો હાથમાંથી કંકુ નીકળ્યું હતું.

જણાવી દઈએ કે, અહી જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મંદિરે અસંખ્ય ભક્તો દર્શને આવે છે. અહી માતાજી હાજરાહજુર છે. દર્શને આવતા ભક્તોની માનતા પણ પૂરી થાય છે. ઉપરાંત, ની:સંતાન દંપતીને સંતાન પણ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…