ખુબ જ પૌરાણિક અને રસપ્રદ છે ગળધરા ખોડિયાર મંદિરનો ઈતિહાસ- વાંચવા માત્રથી થશે માતાજીની અસીમ કૃપા

505
Published on: 11:17 am, Sun, 10 October 21

સૌરાષ્ટ્રમાં આવેલ ખોડિયાર માતાના 3 મુખ્ય મંદિર પૈકી એક છે, ગળધરાનું ખોડીયાર મંદિર. આ મંદિર અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગામથી અંદાજે 5 કિમીના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલુ છે. આ નદીની વચોવચ્ચ ખુબ ઊંડો પાણીનો ધરો આવ્યો છે. જેને ગળધરો અથવા તો કાળીપાટ ઘૂનો તરીકે ઓળખવામાં આવે છે.

જ્યાં ઘૂનાની બાજુમાં ઉંચી ભેખડો આવેલ છે કે, જ્યાં રાયણના વૃક્ષની નીચે ખોડિયાર માતાની સ્થાપના કરવામાં આવી છે. જો કે, હાલમાં ત્યાં મોટું મંદિર બનાવી દેવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની ઉત્તમ સગવડ પણ કરાઈ છે. લોક માન્યતા મુજબ થોડા સમય અગાઉ એક રાક્ષસ હતો. તેનો સંહાર કરીને ખોડલ માતા સહીત 7 બહેનોએ તેને ખાઈમાં ખાંડી નાખ્યો હતો.

બાદમાં ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ ધરામાં ગાળી નાખ્યું હતું. ત્યાં ફક્ત ગળાનો અંશ દેખાતો રહ્યો હતો જેથી આ ગળધરા નામે પ્રસિદ્ધ થયું છે. અહીં સ્વયંભુ ગળું બિરાજમાન છે તેમજ તેની ત્યાં પૂજા પણ કરાય છે. કેટલાક સંતો-મહંતોને અહિ માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન પણ આપ્યા છે.

આ ધરો નાગધરાથી ઓળખાતો હતો પંરતુ ખોડિયાર માતાના દેહવિલય પછી એને ગળધરો તરીકે ઓળખવામાં આવે છે. નવઘણને માતાજીએ અહી જ દર્શન આપ્યા હતા. નવઘણ ખોડિયાર માતાની માનતાથી આવેલ દીકરો હતો. રા’દયાસ ને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ ન થતા પટરાણી સોમલ દેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિ માટેની માંગણી કરી હતી.

રાણીને પોતાની શ્રદ્ધા ફળી હતી તેમજ માં ખોડિયારની અસીમ કૃપાથી એમને ત્યાં દીકરા તરીકે નવઘણનો જન્મ થયો હતો. આમ, જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરુ થયું હતું. રા’નવઘણ ઘણીવાર પોતાના રસાલા સાથે અહિ ગળધરા ખોડિયારના દર્શન માટે આવતા રહેતા હતા.

એવું કહેવામાં આવે છે કે, જયારે રા’નવઘણ તેની માનેલી બહેન જાસલ(જાહલ) ની વારે આવ્યો ત્યારે તે અહિથી પસાર થઈ રહ્યો હતો તેમજ તેનો ઘોડો અંદાજે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં ખાબક્યો હતો. ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલમાં પણ ધુનાથી થોડે દુર આવેલું છે.

આ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલ છે. આની સિવાય આ સ્થાનક નજીક શેત્રુંજી નદી પર મોટો ડેમ બાંધવામાં આવ્યો છે કે, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખોડિયાર ડેમ તરીકે જાણીતો બન્યો છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામડાના ખેડૂતોને ખેતીમાં સિચાઈ તરીકે આપવામાં આવે છે.

ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલ છે તેમજ તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એવું માનવું હોય તો પણ કહી શકાય. ડેમનો ધોધ એટલો અહલાદ્ક છે કે, એના દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. એમાં પણ ભર ચોમાસે ત્યાં જઈએ તો પાણીનાં ભૂલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય તેવું વાતવરણ હોય છે.

ધારીનાં લોકો અહિ ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ રાખતા હોય છે તેમજ ભક્તોની શ્રધ્ધા પણ માં ખોડિયાર પૂર્ણ કરતા હોય છે. ખોડિયાર મંદિરથી ફક્ત 2 કિમી દુર હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે કે, જ્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપુર નજારો જોવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…