3500 વર્ષ જૂના મીનાક્ષી મંદિરનો ઇતિહાસ: ભગવાન શિવ અને દેવી પાર્વતી સાથે છે ખાસ સબંધ

Published on: 5:37 pm, Sat, 27 February 21

દક્ષિણ ભારત સુંદર મન્દિર માટે જાણીતું છે આમાંથી એક મીનાક્ષી મન્દિર છે વિશ્વના સાત અજુબામાંથી તમિલનાડુનું એક મીનાક્ષી મંદિર પણ છે અહીંની અદભૂત ખુબસુરત શિલ્પ કળાએ અને આ સ્થાન આપ્યુ હતુ તો આવો જાણીએ મંદીર અન્ય વિષેશતા છે. માતા પાર્વતી છે બિરાજમાન. તમિલનાડુના મદૂરઈ શહેરમાં મીનાક્ષી મંદિર છે. આ મંદિર પોતાની બનાવટને લીધે આખી દુનિયામાં જાણીતું છે. અહીનું ગર્ભગૃહ લગભગ 3500 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. મંદિર વિશે એવું કહેવાય છે કે ભગવાન શિવ સુંદરેશ્વરના રૂપમાં દેવી પાર્વતી(મીનાક્ષી) સાથે લગ્ન કરવા માટે પૃથ્વી પર અહીં આવ્યાં હતાં. મંદિર એ જ જગ્યાએ બનાવાયેલું છે.

લગભગ 45 અકર જમીનમાં મંદિર ફેલાયેલું છે
અહીંના વિશાળ પ્રાંગણમાં સુંદરેશ્વર(શિવ મંદિર સમૂહ) તથા જમણી તરફ મીનાક્ષી દેવીનું મંદિર છે. શિવ મંદિર સમૂહમાં ભગવાન શિવની નટરાજ મુદ્રમાં આકર્ષક મૂર્તિ છે. આ મૂર્તિ એક રજત વેદી પર સ્થિત છે. બહાર અનેક શિલ્પ આકૃતિઓ છે, જે માત્ર એક-એક પત્થર પર નિર્મિત છે, સાથે જ ગણેશજીનું મંદિર છે. 45 એકરમાં ફેલાયેલા મંદિરના સૌથી નાના ગુબંદની ઊંચાઈ 160 ફીટ છે. જે મુખ્ય મંદિર સુંદરેશ્વર અને મીનાક્ષી મંદિર સિવાય પણ બીજા મંદિરો છે. જ્યાં ભગવાન ગણેશ, મુરુગન, લક્ષ્મી, રુક્મણી, સરસ્વતી દેવીની પૂજા થાય છે.

સોનાનું કમળ બન્યું છે
મંદિરમાં એક તળાવ પણ છે પોર્થ સરાઈ કમળ જેનો અર્થ થાય છે સોનાના કમળવાળું તળાવ. સોનાનું 160 ફીટ લાંબુ અને 120 ફીટ પહળુ કમળનું ફૂલ તળાવની વચ્ચો-વચ બનેલું છે. ભક્તોનું માનવું છે કે આ તળાવમાં ભગવન શિવનો નિવાસ છે. મંદિરની અંદર થાંભલાઓ પર પૌરાણિક કથાઓ લખેલી છે અને આઠ થાંભલાઓ પર દેવી લક્ષ્મીની મૂર્તિ બનેલી છે. તે સિવાય અહીં એક ખૂબ જ સુંદર હોલ છે, જેમાં 1000 થાંભલા લાગેલા છે. આ થાંભલાઓ પર સિંહ અને હાથી પણ બનેલાં છે.

170 ફીટ ઊંચું ગોપુરમ છે
મંદિરમાં અંદર જવા માટે 4 મુખ્ય દરવાજા(ગોપુરમ) છે, જે એકબીજા સાથે જોડાયેલાં છે. મંદિરમાં કુલ 14 ગોપુરમ છે. જેમાં 170 ફીટનું 9 માળનું દક્ષિણી ગોપુરમ સૌથી ઊંચું છે. આ બધા ગોપરુમમાં જુદા-જુદા દેવી-દેવતાઓની સુંદર આકૃતિઓ બનેલી છે. દર શુક્રવારે મીનાક્ષીદેવી તથા સુંદરેશ્વર ભગવાનની સોનાની મૂર્તિઓને હિંચકામાં ઝૂલવવામાં આવે છે, જેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહે છે.

મંદીર ના અંદર નો ભાગ 3500 વર્ષ જૂનો
મંદીર ના અંદર નો ભાગ 3500 વર્ષ જૂનો છે મીનાક્ષી મંદિર ભારત ના બધાજ ધનવાન મંદિર માં થી એક છે આ મંદિર જૂની શિલ્પકળા ને વાસ્તુ નું શુદ્ધ ઉદાહરણ છે આ મંદિર માં અંકાયેલી તમિલ ભાષા ની કહાનીઓ ખુબજ ચર્ચાય છે. 17 મી સદીમાં થયુ હતું નિર્માણ.