ગાયના દુધથી પત્નીની બીમારી દુર થતા, હીરાનો ધંધો છોડી સુરતના રત્નકલાકારે શરુ કરી ગૌશાળા- હાલમાં થઇ રહી છે લાખોની કમાણી

310
Published on: 10:44 am, Thu, 30 September 21

હરિકૃષ્ણભાઈ લાભુભાઈ લીંબાણી જે મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે. તેઓ ધોરણ 5માં બેવાર નાપાસ થયા પછી હીરાના વ્યવસાયમાં જોડાયા હતા. વર્ષો સુધી સુરત અને મુંબઈમાં હીરાનું કામકાજ કર્યું હતું. લગ્ન પછી તેમને બે સંતાન હતા. જેમાં દીકરી દિવ્યા અને દીકરા દિવ્યેશના જન્મ પછી તેમનાં પત્ની રૂપલબેનને સોરાયસિસની બીમારી થઇ હતી. બીમારીને કારણે તેમણે વર્ષો સુધી સારવાર કરાવી હતી. જોકે તે દરમિયાન કોઈ પ્રકારની સારવાર લાગુ પડી ન હતી. આખરે પાંચેક વર્ષ પહેલાં એક ગાય પાળી અને એનાથી પત્નીની બીમારી અને પીડા નાબૂદ થઇ હતી ત્યારબાદ તેઓએ ગૌશાળા શરૂ કરવાનો દૃઢ નિર્ણય કર્યો હતો.

હરિકૃષ્ણભાઈએ જણાવ્યું છે કે, એકવાર મંદિરમાં સંતોનું પ્રવચન શરુ હતું. તે દરમિયાન રામાયણનો એક પ્રસંગ સ્વામીજી કહેતા હતા. જેમાં દિલીપ રાજાને સંતાનો ન હોવાથી તેમને ગાયની સેવા કરવાનું જણાવ્યું હતું. ગાયોની ઉત્તમ સેવા કરવાને લીધે દિલીપ રાજાને ત્યાં સંતાન પ્રાપ્તિ થઇ હતી. તો મને લાગ્યું કે, જો ગાય સંતાન આપતી હોય તો મારી પત્નીની બીમારી પણ ગાય કેમ દૂર ન કરી શકે?. ત્યારબાદ ગાય પાળી અને આજે રૂપલ એકદમ સ્વસ્થ છે.

અમે ગૌશાળા શરૂ કરવાનું વિચાર્યું હતું. આજે ભાડાની જગ્યામાં લગભગ 47 વાછરડી સહિત સવાસોથી વધુ ગૌવંશનો ઉછેર કરવામાં આવે છે. તેઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગીર ગાયો માટે ફર્યા હતા. જામનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ગાયો સુરતના ઈસનપુરમાં લાવવામાં આવી હતી. આ રીતે ગૌશાળા શરૂ થઈ હતી. ગાયોને ગૌશાળામાં મચ્છર ન આવે તે માટે પંખા પણ રાખવામાં આવ્યા છે. ગાયોને બાંધવાની જગ્યા વધારે રાખવામાં આવી છે. ખુલ્લી જમીનમાં ઘાસ ચારવા માટે રોજ પાંચેક કલાક તેમને ચરાવવામાં આવે છે. એટલું જ નહીં, ગાયોને નવડાવવાથી લઈને એના ગોબરને આસાનીથી દુર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વધુમાં હરિકૃષ્ણભાઈએ જણાવ્યું હતું કે, લગભગ વર્ષની વાત કરીએ તો એવરેજ 200 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. હાથો જ તમામ ગાયોને દોહવામાં આવે છે. આ દૂધને ગૌશાળાથી તેમના ઘરે લાવીને પછી કાચની બોટલમાં તેમના ગ્રાહકો સુધી 100 રૂપિયાના ભાવે આપવામાં આવે છે. જે દૂધ વધે એમાંથી ઘી કરવામાં આવે છે, જે લિટરે 2500 રૂપિયાના ભાવે વેચાય છે તથા માખણ 2000 રૂપિયે અને છાશનું પણ વેચાણ થાય છે.

ગુરુ ગૌશાળામાં નવી જન્મતી વાછરડી અને વાછરડાંનાં નામ પણ પાડવામાં આવે છે. દરેક ગાય અને વાછરડાનું એક નામ હોય છે. ગાયો જ નહીં, પરંતુ નંદીના નામ પણ સાગર અને ગણેશ આપવામાં આવે છે. ગૌશાળામાં ગાયોને ઘાસચારો કટિંગ કરીને આપવા માટે મશીન પણ છે. લગભગ છ લોકો ગૌશાળામાં ગાયોની દેખરેખ માટે સતત કામ કરે છે.

હરિકૃષ્ણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો સારું ખાય અને સારું જીવન જીવે એ જ ઈરાદે અમે ગૌશાળા ચાલુ કરી છે. હાલ મોંઘવારી ખૂબ છે છતાં અમે ગૌશાળા ચાલુ રાખી છે. હાલ નફો ન હોવા છતાં લોકોના સાથસહકાર અને માગ વધુ હોવાથી રોજનું 500 લિટર દૂધ લોકો સુધી પહોચાડવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…