ઓમિક્રોનના આંતક વચ્ચે અમદાવાદમાં મળી આવ્યા શરીરના આ અંગ ખોટું પડી જવાના ઢગલાબંધ કેસ- દવા ફેલ

5282
Published on: 1:08 pm, Sun, 26 December 21

ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં સારવાર સારવાર હેઠળ રહેલા માસૂમ બાળકોએ જણાવતા કહ્યું છે કે, અમારે જીવવું છે અમને કોઈ કીડની આપો. બાળકો આ માંગ સાથે કિડની હોસ્પિટલના ડોકટરોને સહાય માટેની પુકાર લગાવી રહ્યાં છે.

દેશમાં સૌથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ:
સૌ લોકો જાણે છે કે, કિડનીએ જીવિત રહેવા માટે શરીરનું અત્યંત જરૂરી અંગ માનવામાં આવે છે અને કીડનીની મદદ હવે હોસ્પિટલમાં માસુમ બાળકો માંગી રહ્યા છે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલમાં 80 જેટલા બાળકો કિડનીની મદદ મળે તે માટેની રાહ જોઈ રહ્યા છે.

આ 80 માસૂમોની કિડની ફેલ થઇ જતા બાળકો કિડની હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરી તબીબો તેમના સ્વાસ્થ્યની કાળજી રાખી રહ્યા છે. કિડની હોસ્પિટલના ડાયરેક્ટ ડૉ.વિનીત મિશ્રાના જણાવ્યા મુજબ, દેશમાં સૌથી વધુ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ શહેરની કિડની હોસ્પિટલમાં કરવામાં આવે છે અને ડોકટરો દ્વારા માસૂમ બાળકોની કાળજી રાખીને જીવ બચાવવામાં આવી રહ્યાં છે.

80 બાળકોની કિડની ફેલ થતા હાલમાં સારવાર હેઠળ:
હાલમાં 80 જેટલા બાળકોની કિડની ફેલ થઇ જવાને કારણે તેમણે હોસ્પીટલમાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. ડૉ. વિનીત મિશ્રાડાયરેકટર જણાવતા કહ્યું છે કે, હું બે હાથ જોડીને તમને અપીલ કરી રહ્યો છું કે આ 80 માસૂમ બાળકોને બચાવવા માટે અંગદાન કરવું ખુબ જ જરૂરી છે જેથી આ માસૂમ બાળકોને આપણે બચાવી શકીએ. હાલમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 બાળકોને બચાવવા અત્યંત જરૂરી છે. જેના માટે કિડની મળે તે માટે તમામ પ્રયાસો અને કોશિશો કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…