એકાએક સમગ્ર ગુજરાતમાં કપાસના ભાવમાં થયો કડાકો- 1500 રૂપિયા થતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ

Published on: 10:51 am, Fri, 17 September 21

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો રાજ્યના જામનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં વ્યાપક વરસાદને લીધે ઠેર-ઠેર જગ્યાએ ગામડાંમાં ખેડૂતોના ખેતરો ધોવાઇ ગયાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે જ્યાં જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આવા વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં હાલના દિવસોમાં ખેડૂતોની હાજરી તથા માલની આવકો ઘટી હતી.

રાજકોટ યાર્ડમાં સોમવારે માંડ-માંડ 20% માલ આવ્યો હતો જયારે મંગળવારે પડતર માલની જ હરાજી થઇ શકી હતી, ખેડૂતો વરાપના ઇંતેજારમાં હોઇ, વરાપ નીકળ્યા પછી ફરી પુનઃ આવકનું જોર વધશે એવા સંકેતો જણાઈ રહ્યા છે, તો જસદણ તથા વાંકાનેર યાર્ડમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ થઇ ગયા હતા.

પ્રતિ મણ 1100 રૂપિયાથી લઇને 1500 રૂપિયા સુધીના ભાવ બોલાઇ રહ્યા છે ત્યારે સરેરાશ જોઇએ તો નવા કપાસમાં 1200 રૂપિયાનો ભાવ ગણી શકાય. દૈનિક 300-400 મણ નવા કપાસની આવક થઇ રહી છે. ગયા વર્ષે રાજ્યમાં કુલ 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જ્યારે આ વર્ષે 22.75 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે માર્કેટમાં નવા બિયારણ આવતા ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. ગયા વર્ષે કપાસનુ ઉત્પાદન 60 લાખ ગાંસડીનુ હતું કે, જેની સામે આ વર્ષ દરમિયાન ઊત્પાદન 75 લાખ ગાંસડી સુધી પહોંચવાની સંભાવના જોવા મળી રહી છે.

આ વર્ષે ટેકસ્ટાઈલ ઉદ્યોગમાં કોટનની માંગ ઊંચા સ્તરે રહેલી છે તો કોટન યાર્ન નિકાસમાં 30% થી વધુ ઉછાળો જોવા મળ્યો છે. જો કે, 15 ડિસેમ્બર સુધીમાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળશે. આમ, ખેડૂતો અતિભારે વરસાદને કારણે ખુબ નુકસાન થયું છે.

ક્યાં માર્કેટ યાર્ડમાં કપાસના કેવા ભાવ બોલાયા હતા?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…