આજે પણ આ છોકરી જયારે વાંસળી વગાડે છે ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સાંભળવા આવે છે- જાણો વિગતે

0
235
Published on: 5:26 pm, Fri, 29 January 21

ઈશ્વરના ખેલ પણ ખૂબ જ ગજબના હોય છે. ભગવાન શું કરે અને શા માટે કરે એ કોઈને ખબર હોતી નથી. આપણે બધા જ જાણીએ છીએ કે, ભગવાન માટે કોઈ પણ કામ અસંભવ હોતું નથી. ભગવાન પૃથ્વી પર ક્યારેક-ક્યારેક એવા લોકોને મોકલે છે, જે તેમની કમી પૂરી કરી શકે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિભાઓ વિશે પણ સૌ કોઈ જાણતા જ હોય છે. તેઓ જયારે વાંસળી વગાડતા ત્યારે પશુ-પક્ષીઓ પણ તેમના સંગીતથી આકર્ષિત થતા હતા અને તેમની પાસે આવતા હતા.

ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હતા અને આ સમયે તેમના જેવી જ વાંસળી વગાડવા માટે તેમણે આ ધરતી પર એક છોકરીને મોકલી છે. જે એકદમ તેમના જેવી જ વાંસળી વગાડે છે. જેને સાંભળીને શ્રી કૃષ્ણ પોતે આવે છે અને બેસીને વાંસળી સાંભળે છે. હાલ આ છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો એવું કહીને પણ શેર કરવામાં આવે છે કે, આ વાંસળીનો અવાજ સાંભળીને ભગવાન કૃષ્ણ પોતે આવે છે.

એક એવી છોકરી છે જે એટલી મધુર વાંસળી વગાડે છે કે, કોઈ પણ સાંભળીને તેમાં ખોવાઈ જાય છે. તેની વાંસળી વગાડવાની કલાને જોઈને સારા-સારા લોકો પણ દંગ થઇ જતા હોય છે. કેટલાક લોકો હોય છે જે બાળપણથી જ પ્રતિભાવાન હોય છે. આ છોકરી પણ એમાંથી જ એક છે. આ છોકરી ક્યાંની છે એ વિશે કોઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી. શું સાચે જ તેની વાંસળીનો અવાજ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ આવે છે?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી કેટલી મધુર વાંસળી વગાડે છે. તેની મિત્ર તેનો સાથ આપે છે જે તેની બાજુમાં બેસીને ટેબલ પર ડ્રમ વગાડી રહી છે. બંનેનો તાલમેલ પણ ગજબ છે. આ છોકરી વિશે કહેવામાં આવે છે કે, જયારે એ વાંસળી વગાડે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતે સાંભળવા આવે છે.