મા દીકરીએ 50 હજારમાં શરુ કરેલ બિઝનેસનું ટર્નઓવર 10 કરોડે પહોચ્યું- સફળતાની આ કહાની રુવાડા ઉભા કરી દેશે

Published on: 3:45 pm, Wed, 11 August 21

આજના સમયની મહિલાઓ પુરુષો કરતા પણ આગળ નીકળી ચુકી છે. અનેકવાર સોસિયલ મીડિયા પર મહિલાઓએ કરેલ સંઘર્ષની કહાનીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક સફળતાની અને સંઘર્ષની કહાની સામે આવી રહી છે. હેતલ તેમજ તેની દીકરી લેખની દેસાઈને હેન્ડલૂમ સાડી પહેરીને ડાન્સ કરવાનો ખુબ શોખ છે.

સાડીઓની શોખીન મા-દીકરીની જોડીએ પોતાની બ્રાંડ ‘ધ ઇન્ડિયન એથનિક’ની સ્થાપના કરી હતી. વર્ષ 2016માં લેખની દેસાઈએ બિઝનેસની ડિગ્રી લીધા બાદ થોડો સમય માતા સાથે મળીને ડિઝાઈનિંગનાં કામની શરુઆત કરી હતી. આની માટે તેમણે કુશળ કારીગરનો સંપર્ક કરીને 50,000 રૂપિયામાં અજરખ ફેબ્રિક ખરીદીને તેમાંથી અમુક કપડાં શીવડાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર માર્કેટિંગની શરુઆત કરી:
લેખનીએ કપડા વેચવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. વર્ષ 2016થી 2018 દરમિયાન આ બ્રાંડની ટર્નઓવર કુલ 24 લાખ રૂપિયા હતું. જે પછીથી 1 કરોડ સુધી પહોંચી ગયું હતું. લેખની જણાવે છે કે, મારી માતાને કપડા ડિઝાઈન કરતા તો આવડતું હતું પણ તેમને ડિજિટલ પ્લેટફોર્મ પર કેવી રીતે વેચવા તે જાણ ન હતી. મેં 2 ડ્રેસ આ પ્લેટફોર્મ પર અપલોડ કરીને તે એક જ દિવસમાં વેચાઈ ગયા હતા.

આજે આ બ્રાંડનું રેવન્યુ હાલમાં 10 કરોડ પહોંચી ગઈ છે:
લેખનીએ તેના પિતાની સલાહ મુજબ મા તેમજ અન્ય મિત્રો સાથે મળીને સાડીમાં ડાન્સ કરીને ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા તો તેમનો સૌપ્રથમ ડાન્સ વીડિયો લોકોને ખૂબ ગમ્યો હતો. સૌપ્રથમવારમાં જ 1 મિલિયન વ્યૂઝ આવ્યા હતા તેમજ ફોટોશૂટને કારણે સાડીઓ વેચાઈ ગઈ હતી. હાલમાં આ બ્રાંડનું રેવન્યુ 10 કરોડ રહેલું છે.