સુરતમાં કેન્સરગ્રસ્ત પિતાની સારવાર અને ઘર ચલાવવા નાની ઉંમરે કામે જાય છે ફૂલ જેવી દીકરીઓ… ફાલતુ ખર્ચ ટાળી આ પરિવારને બનીયે સહાયરૂપ

Published on: 1:09 pm, Mon, 11 October 21

કેટલીક ગંભીર બીમારી લોકોની સાથોસાથ એમના પરિવારનાં પણ હાલ બેહાલ કરી દેતી હોય છે ત્યારે એમાં પણ ઘરના કમાનાર મોભી જ જો ગંભીર બીમારીનો ભોગ બની જાય તો પછીથી પરિવારની આર્થિક કમર પણ તૂટી જતી હોય છે. આ સમયે કેન્સર જેવી ભયંકર બીમારીની સારવારમાં પટકાયેલા આવા જ એક પરિવારની કહાની સામે આવી છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારના દર્શન એપાર્ટમેન્ટ, કુબેર નગરમાં રહેતા ચોવટીયા પરિવારની હાલત દુષ્કર બની ગઈ છે. એનું એકમાત્ર કારણ એ છે કે, ઘરના મોભી સભ્યને છેલ્લા 3 વર્ષથી કેન્સરે ભરડો લેતા પરિવારે અભ્યાસ કરતી બન્ને દીકરીઓને કામ પર વળગાડી દીધી છે કે, જેથી પરિવારના પેટનો ખાડો પૂરાઈ શકે.

પૈસાના અભાવે યોગ્ય સારવાર ન થતાં શરુ સારવારે કેન્સરે માથું ઊંચકતાં પરિવાર દયનિય હાલતમાં મૂકાયું છે. આ સમયે એમની સહાય કરવી ખુબ જરૂરી બની છે તો આવો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમ ઓછુ પણ થોડું દાન કરીને આ પરિવારને મદદરૂપ બનીએ.

સહાય કરવા માટે વરાછા બેન્ક A.c. no.: 00110121910905 તેમજ IFSC CODE.: VARA0289001 અને ખાતાધારક દયાબેન મુકેશભાઈનાં ખાતામાં થોડી સહાય કરીને આપણે પણ આ દુઃખનાં સહભાગી બનીએ. આ મોબાઈલ નંબર 6354173749 પર પણ સહાય આપી શકશો.

વર્ષ 2018માં કેન્સરનો ભોગ બન્યાં:
અમરેલી જિલ્લાના વતની મુકેશભાઈ ચોવટીયા કે, જેઓ છેલ્લા 12 વર્ષથી પરિવાર સહિત સાથે સુરતમાં રહે છે. જો કે, વર્ષ 2018 માં તેઓ કેન્સરનો ભોગ બન્યાં હતાં. આ માટે તેમણે કેન્સરની સારવાર પણ શરૂ કરાવી હતી. જો કે, 3 વર્ષમાં કેન્સર ઘટવાને બદલે વધવા લાગ્યું હતું જયારે બીજી બાજુ પોતાનો ધંધો ઠપ થતા આર્થિક સ્થિતિ નાજુક થઈ છે.

કેન્સરની બીમારીમાં પણ કામ ન છોડ્યું:
મુકેશભાઈ ઘરે સાડી પર લેસ લગાવવાનું મશીન ચલાવીને ગુજરાન ચલાવતા હતા. આજથી 3 વર્ષ અગાઉ તેઓ કેન્સરગ્રસ્ત થયા હતા. સારવાર પછીથી પણ હાલત સુધરી હતી પણ હાલમાં છેલ્લા થોડા મહિનાથી તેમની સ્થિતિ વધારે લથડતા તેઓ સતત પોતાની રીતે લેસનું કામ કરીને આજીવિકા મેળવી લઈ રહ્યા હતા.

કેન્સર ઘટવાની જગ્યાએ વધ્યું:
મુકેશભાઈ ચોવટીયા જણાવે છે કે, વર્ષ 2018માં મને કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું હતું. પછીથી ખુબ સારવાર કરાવીને અનેકવિધ મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા હતાં. આટલો બધો ખર્ચો કર્યા બાદ યોગ્ય રીતે નિદાન થયું ન હતું કે, કેમ એમ છતાં ફરી એકવાર કેન્સરની પીડા વધી ગઈ છે.

કેન્સરની સારવારમાં ઘરની આર્થિક પરીસ્થિતિ ખૂબ બદતર થઈ જતા હજુ સુધીમાં તેમની કેન્સરની સારવાર શરૂ થઇ શકી નથી. સોશિયલ મીડિયા મારફતે તેમણે તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટેની અપીલ કરી હતી. જેને લીધે થોડા લોકો મદદના સહભાગી બન્યા છે.

દીકરીઓએ ભણતર છોડ્યું:
મુકેશભાઈના પત્ની રિયા ચોવટીયા જણાવે છે કે, મારે 2 દીકરી તેમજ એક દીકરો છે. પતિને કેન્સર થતા બન્ને દીકરીઓનું ભણતર બંધ કરી દેવાયું છે. મારી દીકરી ધોરણ 11ના વર્ગમાં પ્રથમ ક્રમે આવી હતી. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં સ્થિતિ લથડતા કામે જવું પડ્યું હતું. હાલમાં મારી બન્ને દીકરીઓ કામ પર જાય છે તેમજ તેઓ કમાઈને લાવે છે, ત્યારે છેક ઘર ચાલે છે.