હસતી ખેલતી નેહાનો માર્ગ અક્સ્માતમાં પગ જતા આર્થિક રીતે પડી ભાંગી- ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ દીકરીને આપશે નવજીવન

Published on: 12:29 pm, Wed, 13 October 21

ઘણીવાર રાજ્યમાં આર્થિક પરીસ્તીથી સારી ન હોવાથી કેટલાક બાળકો મોતને ભેટતા હોય છે તો વળી ક્યારેક કેટલાક લોકો ગંભીર બીમારીથી પીડાતા લોકોની સારવાર કરાવવા માટે વ્હારે આવતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. ગુજરાતની દીકરી નેહાને પણ ગરબે રમવું છે,ગરબે ઝૂમવું છે,ગરબે નાચવું છે પરંતુ હાલ તેણે પગભર કરવા માટે મદદની ખુબ જરૂર છે.

17 જુલાઈ વર્ષ 2021ના રોજ અમદાવાદથી મહુવા આવવા માટે નીકળેલ ત્યારે માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાતા નેહાનાં પગથી માંડીને માથા સુધી ગંભીર ઇજા પહોંચી હતી. હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઈ છે. આમ, નેહા ભટ્ટ એક સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી આર્થિક સહાયની જરુર છે.

જેથી આપણે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીને આર્થિક સહાય આપવા માટેની અપીલ કરવામાં આવી છે. કુદરત નેહા તેમજ તેના પરિવાર ની પરિક્ષા ચોક્કસપણે લઈ રહી છે ત્યારે આપને જાણીને દુઃખ થશે કે, પરિવારનો મોભી બનેલ નેહા મહુવા છોડીને પ્રાઈવેટ નોકરી કરતી હતી જે હાલ પડી ભાગી છે. મનથી નહીં પણ આર્થિક રીતે..

આપ આ રીતે કરી શકો છો મદદ:
જો આપ મદદ કરવા માટે સક્ષમ હો તો PhonePe, Gpay , Paytm on 9924217277 આ નંબર પર રકમ આપીને મદદ કરી શકો છો..  જયારે UPI- bhatt6342p-2@okicici ખાતા નંબર 0536104000152167 IFSC CODE -IBKL0000536 પર મદદ કરી શકો છો.

આપને જણાવી દઈએ કે, પ્લાસ્ટિકના પગ માટે 8 લાખ રૂપિયાની ખર્ચ થાય છે. સોશિયલ મીડિયા મારફતે સતત મદદનો ધોધ વહી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં તો 4 લાખનું દાન મળી ગયું છે પરંતુ હજુ પણ વધુ રકમની જરૂર છે ત્યારે આ દીકરી તમામ લોકોને અપીલ કરી રહી છે કે, તમે ઈચ્છો એ રીતે દાન કરી શકો છે અને જો શક્તિ ન હોય તો આ પોસ્ટને વાયરલ કરી પણ એક મદદ રૂપી પ્રવાહમાં જોડાઈ શકો છો.

નેહા કરી રહી છે મદદની માંગ:
નેહા ભટ્ટ જણાવે છે કે, હું મારી આર્ટિફિશિયલ લેગ સર્જરી માટે ફંડ એકત્ર કરી રહી છું ત્યારે તેની સારવાર ચાલી રહી છે. માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવી બેસ્યો છે તેમજ પરિવારના મોભી તરીકે મારા માથે બીજી મોટી જવાબદારી પણ છે કે, જે હું નિભાવવા માગું છું પણ હાલમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.

અત્યાર સુધી સારવારમાં 3 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચુક્યો છે તેમજ આગળની સારવાર ચાલુ રાખવા માટે અમને ભંડોળની જરૂર રહેલી છે .અમે જરૂરી રકમ ચૂકવવામાં અસમર્થ છીએ. કારણ કે, અમે આટલી મોટી રકમ પરવડી શકતા નથી. હું તમને વિનંતી કરું છું કે, કૃપા કરીને સારવારમાં ફાળો આપો તેમજ જરૂરિયાતની આ ઘડીમાં મદદ કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…