હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ પડશે ભારે વરસાદ, ખેડૂતોમાં ફરી વળ્યું ચિંતાનું મોજુ

151
Published on: 4:06 pm, Wed, 22 June 22

હાલમાં ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તારીખ 24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

રાહત કમિશનરે નવસારી જિલ્લા અને અન્ય જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને આગાહી મુજબ મુકવા સૂચન આપ્યું હતું. કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 20/06/207 સુધીમાં અંદાજિત ૧૦,૨૪,૪૨૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૬,૮૯,૪૭૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વિસ્તારની સરખામણીએ આ વર્ષે ૧૧.૮૭ ટકા વધુ વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૯૭૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૪૪.૮૯ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૮,૨૪૧ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા છે. દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.

ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી થવાની બાકી છે. મંગળવારે, દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં સિવાય કઈ નહોતું. જેના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…