ગુજરાતમાં આવનારા પાંચ દિવસ આ વિસ્તારોમાં ઝડપી પવન સાથે થશે જળબંબાકાર- એકસાથે આટલા જિલ્લાઓને કરાયા એલર્ટ

195
Published on: 3:37 pm, Wed, 29 September 21

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાત્રીના 2 વાગ્યા સુધીમાં રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ તથા રાજકોટમાં અતિભારે વરસાદ વરસી શકે છે ત્યારે આપને જણાવી દઈએ કે, હાલમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા 20 જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે.

આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં સવારથી જ કડાકાભડાકા સાથે અતિભારે વરસાદ ખાબકયો હતો. વહેલી સવારમાં પશ્ચિમ વિસ્તારમાં જ અડધો કલાક વરસાદ ખાબક્યો હતો. જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા તથા સોલામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા ફક્ત 24 કલાકમાં રાજ્યમાં 190 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે કે, જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સવારનાં 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ફક્ત 2 કલાકમાં 30 તાલુકામાં મેઘરાજા વરસી ચુક્યા છે.

જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ તથા ધોળકામાં નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સિઝનનો 28.24 ઈંચ વરસાદ નોંધાયો છે કે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે . કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસ્યો નથી.

સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યેલો એલર્ટ જાહેર કરાયું છે.

આની ઉપરાંત આજે જ વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે વરસાદ પડ્યો છે. જયારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં મધ્યમ વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં અતિભારે તો વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં સરેરાશ 85% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધીમાં કુલ 135% વરસાદ નોંધાયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ખુબ ઓછો પડ્યો છે. રાજ્યમાં હજુ પણ 10% વરસાદની અછત રહેલી છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં થયેલા વરસાદમાં 50% વરસાદ તો સપ્ટેમ્બરમાં જ પડયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…