જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, મુશળધાર વરસાદ વરસતાં ઠેર-ઠેર સર્જાયા જળબંબાકારનાં દ્રશ્યો

144
Published on: 11:51 am, Fri, 24 September 21

રાજકોટમાં વહેલી સવારથી જ ક્યારેક કાળા ડિબાંગ વાદળો તો ક્યારેક ખુબ આકરો તડકો પડી રહ્યો હતો. સમગ્ર શહેરમાં બપોર પછી ધીમીધારે પશ્ચિમ-સેન્ટ્રલ ઝોનમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ફક્ત 2 જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા માર્ગો પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.

જયારે હાલમાં સિઝનનો કુલ વરસાદ 45 ઇંચથી વધારે નોંધાયો છે. અતિભારે વરસાદને કારણે આજી ડેમ-3 ઓવરફલો થઈ ચુક્યો છે. જયારે ભાદર ડેમ-1ના ઉપરવાસમા વરસાદને લીધે 544 ક્યુસેક પાણીની આવક શરુ થઈ ચુકી છે. હાલમાં ડેમની સપાટી 33.20 ફૂટ પર પહોંચી ચુકી છે. જયારે હાલમાં ડેમની ઉંડાઈ 34 ફૂટ જેટલી છે.

આજી ડેમ-3ના 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલી દેવાયા:
જિલ્લામાં આવેલ પડધરી તાલુકાના ખજુરડી ગામ નજીક આવેલ આજી ડેમ નિર્ધારીત સપાટીથી પૂરેપૂરો ભરાઇ ગયો છે. જળાશયની ભરપૂર સપાટી તેમજ હાલની સપાટી 53.15 મીટર સુધી પહોંચી ચુકી છે કે, જેને કારણે ડેમના 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા હતા.

જેથી ડેમની હેઠવાસનાં પડધરી તાલુકામાં આવેલ ખજુરડી, થોરીયાળી, મોટા ખીજડિયા, ટંકારા તાલુકામાં આવેલ ખાખરા, જોડિયા તાલુકામાં આવેલ બોડકા, જશાપરા, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી તેમજ ધ્રોલ તાલુકામાં આવેલ મોડપર, ધરમપુર, સગાડિયા, સધાધુ નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સુચના આપી દેવાઈ છે. આ ડેમમાં 3,540 કયુસેકના પાણીના પ્રવાહની આવક શરુ છે.

મુંબઈ રાજકોટની ફ્લાઈટ અમદાવાદ ડાઇવર્ટ કરાઈ:
સમગ્ર શહેરમાં છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે હવામાનમાં વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલિટી ન મળતા મુંબઈથી રાજકોટ આવી રહેલ તમામ ફ્લાઈટ અમદાવાદ ડાઇવર્ટ કરી દેવામાં આવી છે જયારે વેધર ક્લીન થયા પછી ફ્લાઇટને રાજકોટ લેન્ડ કરવામાં આવશે.

મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા:
સમગ્ર શહેરમાં આજે સવારથી જ આકરો તાપ પડી રહ્યો હતો. જો કે, બપોરપછી હવામાનમાં બદલાવ આવતા 12 મીમીથી વધુ વરસાદ ખાબક્યો હતો. અતિભારે ઝાપટાથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા કે, જેમાં શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારો સામેલ થાય છે.

ગુરુવારની સાંજે 5.00 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 11 મીમી તથા ઈસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વરસાદ યથાવત રહેતા સાંજના 6.00 વાગ્યા સુધીમાં અનુક્રમે 6 મીમી, 5 મીમી અને 24 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે રાત્રે સામાન્ય ઝાપટાં પડ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…