આઠમની મધરાત્રે મેઘરાજા થયા મહેરબાન- 10 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા સર્જાયા જળબંબાકારનાં દ્રશ્યો

169
Published on: 10:17 am, Wed, 1 September 21

રાજ્યના વલસાડ જિલ્લામાં જન્માષ્ટમીની મધરાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં ગત રાત્રિએ 2 વાગ્યાથી શરૂ થયેલ મેઘસવારી આજે સવારમા પણ યથાવત્ રહી હતી. છેલ્લા ફક્ત 10 કલાકમાં જિલ્લામાં સૌથી વધારે ઉમરગામ તાલુકામાં 11 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

આની સાથે જ વાપીમાં 6 ઈંચ, પારડીમાં 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ તથા વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર જિલ્લામાં ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ પૂર્ણ થયા પછી રાત્રે 2 વાગ્યે મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

જિલ્લામાં વલસાડ, વાપી, ઉમરગામ પારડી તથા કપરાડા તાલુકામાં મેહુલિયો મન મૂકી વરસ્યો હતો. રાત્રે 2 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 268 મીમી, વાપી તાલુકામાં 146 મિમી,  પારડી 51 મીમી, કપરાડા 53 મીમી, વલસાડ 41 મિમી તથા ધરમપુર 12 મીમી વરસાદ નોંધાયો છે.

થોડા દિવસના આરામ પછી મેહુલિયાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થતાં પંથકનાં ખેડૂતોમાં આનંદની લહેર ફરી જોવા વળી છે. કાચું સોનું ખેતરમાં વરસરતા જોઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. એકસાથે વરસાદ પડતાં વાપી તથા ઉમરગામ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

ઉમરગામમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કલેકટર પહોંચ્યા:
વલસાડ જિલ્લામાં આવેલ ઉમરગામમાં 10 કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો તથા દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. જેને લીધે કલેકટર શ્રીપ્રા આગરે દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાહત તથા બચાવ કામગીરી માટે અધિકારીઓને જરુરી સૂચના આપી દેવામાં આવી હતી.

એક જ દિવસમાં ખેતીનું ચિત્ર બદલાયું:
જિલ્લાના ખેતીવાડી અધિકારી એમ.એમ.પટેલ જણાવે છે કે, સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા ડાંગર તથા શેરડીના વાવેતર પર સંકટના વાદળો છવાઈ ગયા હતા. જો કે, એક સપ્તાહ અગાઉ તથા હાલમાં નોંધપાત્ર વરસાદ વરસતા ખેતી પાકને જીવતદાન મળી ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને હેત વરસાવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…