સુરતમાં મેઘરાજાનો ‘જળબંબાકાર’ – અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા

Published on: 6:38 pm, Tue, 7 September 21

હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં ચોમાસાની ખુબ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. આવા સમયે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર સુરત શહેર તેમજ આજુબાજુના તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ફક્ત 2 કલાકમાં 2 ઈંચ ખાબક્યો છે.

અતિભારે વરસાદને કારણે માર્ગમાં પણ ગળાડૂબ પાણી ફરી વળ્યા છે. વહેલી સવારમાંથી જ સમગ્ર આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. બપોરના 12 વાગ્યા પછી હવામાનમાં પલટો આવતા મુશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર દેખાઇ હતી.

વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા થઈ:
ભર બપોરે મૂશળધાર વરસાદ તથા વાદળછાયું વાતાવરણ હોવાને લીધે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા સર્જાઈ હતી. રીંગરોડ, ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બ્રિજ પર પણ અતિભારે વરસાદને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા 3 દિવસથી સમગ્ર શહેરમાં વરસાદ ઝરમર વરસતો હોવા છતાં બફારો અનુભવાતો હતો. છેવટે મુશળધાર વરસાદને લીધે સમગ્ર હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અતિભારે વરસાદથી ખેડૂતોને થોડી રાહત થઇ:
સમગ્ર શહેર સહિત તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોને થોડી રાહત અનુભવાઇ છે. આ વર્ષે ચોમાસામાં પ્રમાણસરનો વરસાદ ન થવાને લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. બીજી બાજુ ઉપરવાસમાં પણ વરસાદ ન થતા ઉકાઇ ડેમમાં પાણીની આવક ખૂબ જ ધીમી જોવા મળી રહી છે.

જેને લીધે ખેડૂતોને સિંચાઇનું પાણી યોગ્ય પ્રમાણમાં મળશે કે કેમ તે એક ખુબ મોટો પ્રશ્ન રહેલો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે વરસાદ આ વર્ષે તો ખેડૂતોને મોટી રાહત થશે. ઉકાઇ ડેમમાં પાણીની આવક થાય તો પીવાના પાણીની સાથે સિંચાઈ માટે પૂરતું પાણી ખેડૂતોને મળી રહેશે.

રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ:
શહેરના ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ફક્ત 2 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેય બાજુ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો જણાઈ આવી હતી. રસ્તા પર પાણી ફરી વળતા  વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

શહેરના ઉધના વિસ્તાર તથા નવસારી બાજુ જવાના માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. અતિભારે વરસાદને લીધે જનજીવન પર એની સ્પષ્ટ અસર જણાઇ આવી હતી. વહેલી સવારમાં કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગત વર્ષની તુલનાએ આ વખતે સમગ્ર શહેરમાં વરસાદ ખુબ ઓછો નોંધાયો છે. હજુ પણ વાદળછાયું વાતાવરણ જોતાં શહેરમાં દિવસ વખતે વરસાદ આવી શકે છે. વરસાદ બંધ થતાં એકાદ કલાક જેટલા સમય પછી રસ્તાઓ પરથી પાણી નીકળી ગયાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…